ઇન્દિરા ગાંધી બનવા વજન ઉતારશે વિદ્યા

30 August, 2019 11:49 AM IST  |  મુંબઈ | રશ્મિન શાહ

ઇન્દિરા ગાંધી બનવા વજન ઉતારશે વિદ્યા

ઇન્દિરા ગાંધી બનવા વજન ઉતારશે વિદ્યા

દેશનાં પહેલાં મહિલા પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીની લાઇફ પરથી બનનારી વેબ-સિરીઝથી પ્રોડ્યુસર બની રહેલી વિદ્યા બાલન ઇન્દિરા ગાંધી બનવા માટે હવે શારીરિક શ્રમ લેવાની છે અને એક વર્ષમાં તે ઑલમોસ્ટ ૩૦ કિલો વજન ઉતારીને ઇન્દિરા ગાંધી જેવો બાંધો બનાવશે. વિદ્યા બાલનની ઇચ્છા છે કેતે આવતા વર્ષના એન્ડમાં આ વેબ-સિરીઝનું શૂટ શરૂ કરે અને એ પહેલાં તે જરૂરી વજન ઉતારે. વિદ્યા બાલનની આ વેબ-સિરીઝમાં ઇન્દિરા ગાંધીની કાર્યશૈલીને કેન્દ્રમાં રાખવામાં આવી છે તો સાથોસાથ ઇન્દિરા ગાંધી દેશ અને પર્સનલ લાઇફ બન્ને વચ્ચે કેવી રીતે તાલમેલ મિલાવતાં હતાં એ પણ દર્શાવવામાં આવ્યું છે.
ઇન્દિરા ગાંધી પર લખાયેલી એક નહીં, ત્રણ-ત્રણ બુકના રાઇટ્સ લઈને આ વેબ-સિરીઝ બનાવવા પાછળનો હેતુ એ છે કે ઇન્દિરા ગાંધીની કોઈ વાત રહી ન જાય. આ વેબ-સિરીઝ રિતેશ બત્રા ડિરેક્ટ કરશે.

vidya balan indira gandhi