Shakuntala Devi: જેમણે ઇન્દિરા ગાંધીને પણ આપ્યો હતો પડકાર

26 July, 2020 02:14 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

Shakuntala Devi: જેમણે ઇન્દિરા ગાંધીને પણ આપ્યો હતો પડકાર

શકુંતલા દેવી

વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ શકુંતલા દેવી 21 જુલાઇના એમેઝૉન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં વિદ્યા બાલન હ્યૂમન કૉમ્પ્યૂટરના નામે જાણીતાં શકુંતલા દેવીની સ્ટોરી લઈને આવી રહી છે. કોઇપણ પ્રકારની ઔપચારિક શિક્ષા વગર ગણિતના જિનિયસ બનનારા શકુંતલા દેવીએ એકવાર ઇન્દિરા ગાંધીને પણ ચેલેન્જ આપ્યો હતો. આવો જાણીએ એવા જ પાંચ રોચક તથ્યો વિશે...

1 કોઇપણ ઔપચારિક પ્રશિક્ષણ મેળવ્યું નહોતું
શકુંતલા દેવીના પિતા એક સરકસમાં કર્મચારી હતા, તેમની પાસે તે સમયે શાળાકીય શિક્ષણનું ખર્ચ સહન કરવાના પૈસા નહોતા, જ્યારે ફી માત્ર 2 રૂપિયા હતી. પછીથી ઔપચારિક શિક્ષણ વગર શકુંતલા દેવીએ મૈસૂર યુનિવર્સિટીમાં અંકગણિત ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું. અહીંથી તેમને ફેમ મળવાની શરૂઆત થઈ અને તેઓ લંડનન શિફ્ટ થયાં.

2. જ્યારે ઇન્દિરા ગાંધીને આપ્યો પડકાર
શકુંતલા દેવીએ પોતાના નસીબ ચૂંટણીના મેદાનમાં પણ અજમાવ્યા. તેઓ વર્ષ 1980ના લોકસભા ચૂંટણીમાં નિર્દળીય ઉમેદવાર સાઉથ મુંબઇ અને તેલંગણાથી ચૂંટણી લડ્યા હતા. મહત્વની વાત એ છે કે આ સીટ પરથી તેમમે તે સમયનાં પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને ચેલેન્જ આપ્યો. એક નિવેદનમાં શકુંતલા દેવીએ કહ્યું કે તે મેદકના લોકોને તેઓ ઇન્દિરા ગાંધીથી બચાવવા આવ્યા છે.

3. ગિનિસ બૂક રેકૉર્ડ
શકુંતલા દેવીએ પોતાના કેલ્ક્યુલેશનની જબરજસ્ત ટેક્નિક અને ક્ષમતાને કારણે ગિનિસ બૂકમાં પોતાનું રેકૉર્ડ નોંધાવ્યું. તેના પછી એ કહેવામાં આવ્યું કે તે કૉમ્પ્યૂટરને પણ પાછળ મૂકી શકે છે.

4. હ્યૂમન કૉમ્પ્યૂટર એવું ઉપનામ નહોતું ગમ્યું
બિઝનેસ ઇનસાઇડરમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, Leslie Mitchellએ ઑક્ટોબર 1950માં શકુંતલા દેવીને બીબીસી ચેનલ પર બોલાવ્યાં હતાં. અહીંથી તેમને હ્યૂમન કૉમ્પ્યૂટર તરીકે પ્રૉજેક્ટ કરવામાં આવ્યા. જો કે, શકુંતલા દેવીને આ ઉપનામ ગમ્યું નહોતું. તેમનું માનવું હતું કે હ્યૂમન માઇન્ડ પાસે કૉમ્પ્યૂટર કરતા વધારે ક્ષમતાઓ છે.

5. સમલૈંગિકતા પર લખ્યું પુસ્તક
શકુંતલા દેવીએ સમલૈંગિકતા પર વર્ષ 1977માં જ પુસ્તક લખ્યું હતું. આ માટે તેમની ઘણી આલોચના પણ થઈ. જોકે, તેમણે આના પક્ષમાં પોતાના કોઇ જ તર્ક આપ્યા નહોતાં.

vidya balan bollywood bollywood news bollywood gossips