વિદ્યા-સિદ્ધાર્થનાં લગ્નનાં ફંક્શનો શરૂ

13 December, 2012 03:23 AM IST  | 

વિદ્યા-સિદ્ધાર્થનાં લગ્નનાં ફંક્શનો શરૂ

આ લગ્ન પંજાબી અને સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ એમ બન્ને વિધિથી થશે, કારણ કે સિદ્ધાર્થ પંજાબી છે અને વિદ્યા તામિલિયન. બન્ને પરિવારોમાં આ લગ્ન સાથે સંકળાયેલાં ફંક્શનોની શરૂઆત થઈ ગઈ છે. આ આયોજનોના ભાગરૂપે ગઈ કાલે વિદ્યાના ખારના ઘરે મેંદી-પાર્ટી યોજાઈ હતી. આ લગ્ન વિશે અત્યાર સુધી ચુપકીદી રાખવામાં આવી હતી, પણ ગઈ કાલે વિદ્યાએ અને તેના પરિવારે ખુશખુશાલ થઈને ફોટો પડાવ્યા હતા. એ પહેલાં સોમવારે રાત્રે જુહુ ખાતે બન્નેના પરિવારોનું ગેટ-ટુગેધર યોજવામાં આવ્યું હતું ત્યારે પણ વિદ્યા અને સિદ્ધાર્થે પોઝ આપ્યો હતો. ગઈ કાલે મેંદીની રસમમાં રેખાએ પણ હાજરી આપી હતી. તસવીરો : સંતોષ નાગવેકર