ડિરેક્ટરને વિદ્યાની ગુગલી

07 October, 2011 08:13 PM IST  | 

ડિરેક્ટરને વિદ્યાની ગુગલી

 

 

પોતાના જન્મદિવસનો મહિનો નસીબદાર ગણતી હોવાથી ‘કહાની’ની રિલીઝ તેણે જાન્યુઆરી સુધી ડિલે કરાવી

સુજૉય ઘોષ પહેલાં ફિલ્મને આ મહિના દરમ્યાન રિલીઝ કરવા માગતા હતા, કારણ કે દુર્ગાપૂજાનો તહેવાર આ ફિલ્મના બૅકડ્રૉપમાં છે અને અત્યારે આ તહેવાર ચાલતો હોવાને કારણે તે ફિલ્મને રિલીઝ કરવા માટે ઉત્સુક હતા. જોકે વિદ્યાએ પહેલાંથી જ આ મહિના દરમ્યાન ફિલ્મને રિલીઝ ન થવા દેવાની વાત કહી દીધી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં આવેલી ‘નો વન કિલ્ડ જેસિકા’ની સફળતાને કારણે વિદ્યા માને છે કે આ મહિનો તેના માટે ઘણો નસીબદાર છે.

‘કહાની’ એક મહિલાના જીવનને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવેલી ફિલ્મ છે અને આખી ફિલ્મનો ભાર વિદ્યા પર રહેલો છે. વિદ્યા માટે આ ફિલ્મ પહેલી સોલો લીડ ફિલ્મ હશે. આજ સુધીની તેની બધી ફિલ્મમાં હીરો અથવા બીજી હિરોઇન અચૂક હાજર હોય છે, પણ આ ફિલ્મમાં એવું કશું નહીં હોય. આ કારણે જ તે ઇચ્છે છે કે ફિલ્મની સફળતાને કોઈ મુશ્કેલી ન આવે અને તેણે રિલીઝ જાન્યુઆરી સુધી લંબાવી છે.