વિદ્યા બાલને કરી અપીલ- કોરોના તો ફેલાયું, પણ આ વાયરસ ન ફેલાવો...

22 May, 2020 05:47 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

વિદ્યા બાલને કરી અપીલ- કોરોના તો ફેલાયું, પણ આ વાયરસ ન ફેલાવો...

વિદ્યા બાલન

કોરોના વાયરસે પહેલાથી જ દેશમાં લોકોના જીવન વેરવિખેર કરી દીધા ચે, એવામાં કેટલાક લોકો અફવાઓ ફેલાવીને મુશ્કેલીઓ વધારી દે છે. મુખ્યત્વે, સોશિયલ મીડિયા દ્વારા અફવાઓને પંખ લાગી જાય છે અને થોડીવારમાં તો નાનકડી વાતથી મોટી સંખ્યાના લોકો પ્રભાવિત થઈ જાય છે. હવે વિદ્યા બાલને અભિનેતા માનવ કૌલ સાથે મળીને એક વીડિયો રિલીઝ કર્યો છે, જેમાં તેમણે અફવાહ વાયરસથી બચવાની અપીલ કરી છે.

વિદ્યાએ વીડિયો ટ્વિટર પર શૅર કરતા લખ્યું, વિશ્વમાં એક નવો વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે, આ વધુ નુકસાન કરે તે પહેલા જ તેને અટકાવીએ. આ વીડિયોમાં વિદ્યા અને માનવ કહે છે કે સોશિયલ મીડિયા અફવા વાયરસનું રેડ ઝૉન છે. ત્યાંથી મળેલા કોઈપણ ન્યૂઝ કે સમાચારને એકવાર વર્લ્ડ હેલ્થ ઑર્ગનાઇઝેશન અથવા મિનિસ્ટ્રી ઑફ હેલ્થકૅર દ્વારા ચકાસવી. વિદ્યા મોબાઇલ ફોનથી 6 ફુટનું અંતર રાખવાની અપીલ કરે છે. કોરોના તો ફેલાયું, અફવા વાયરસ ફેલાતાં અટકાવવું છે.

વિદ્યા અને માનવે તુમ્હારી સુલુમાં સાથે કામ કર્યું હતું, આ પહેલા વિદ્યા લૉકડાઉન દરમિયાન ડોમેસ્ટિક વાયોલેન્સને લઈને પણ અપીલ કરી ચૂકી છે કે ઘરમાં રહેવા છતાં કેટલીક મહિલાઓ સુરક્ષિત નથી. વિદ્યાએ વીડિયો શૅર કરીને કહ્યું હતું કે આ સમય એકબીજાનું ધ્યાન રાખવા અને એકબીજાની ઢાલ બનવાનો છે. આ મુશ્કેલ સમય પણ પસાર થઈ જશે, પણ પરિવારજનોનો સાથ હંમેશાં રહેશે.

કરિઅરની વાત કરીએ તો વિદ્યા હવે શકુંતલા દેવીમાં દેખાશે, જે જીનિયસ મેથમેટિશિયનની બાયોપિક ફિલ્મ છે. આ ફિલ્મ સિનેમાઘરોને બદલે હવે સીધી પ્રાઇમ પર રિલીઝ થશે.

કોરોના વાયરસને કારણે 24 માર્ચથી દેશમાં લૉકડાઉન ચાલું છે જે 31 મે સુધી રહેશે. આ દરમિયાન સિનેમાઘર બંધ છે અને ફિલ્મોની શૂટિંગ પણ સ્થગિત કરવામાં આવી છે. એવામાં મોટાભાગના કલાકાર પોતાના ઘરોમાં બંધ છે અને સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે સંવાદ સાધી રહ્યા છે અને કોરોના વાયરસને લઈને જાગૃકતા ફેલાવવામાં મદદ કરી રહ્યા છે.

vidya balan coronavirus manav kaul covid19 bollywood bollywood news bollywood gossips