Video : દીપિકા બાઇક પર સવાર થઇ શોપિંંગ કરવા પહોંચી, વાયરલ થયો વીડિયો

09 April, 2019 07:12 PM IST  | 

Video : દીપિકા બાઇક પર સવાર થઇ શોપિંંગ કરવા પહોંચી, વાયરલ થયો વીડિયો

દીપિકાનો છપાક લૂક

દીપિકા પાદુકોણની 'છપાક' ફિલ્મનું ફર્સ્ટ લૂક જ્યારથી જાહેર થયું છે ત્યારથી ફેન્સમાં આ ફિલ્મ પ્રત્યેનો ક્રેઝ વધી ગયો છે. ક્યારેક દીપિકા દિલ્હીમાં શૉપિંગ કરતાં જોવા મળી તો ક્યારેક કારમાંથી બહાર નીકળીને ફેન્સ સાથે રૂબરુ મુલાકાત કરતી જોવા મળી. દરમિયાન છપાકના સેટ પરથી દીપિકાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દીપિકા સાથે વિક્રાંત મેસી દેખાય છે.

દીપિકા અને વિક્રાંત મેસી સાથે બાઇક પર જોવા મળ્યા

આ વીડિયોમાં ફેમસ ફોટોગ્રાફર માનવ મંગલાનીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયો દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ 'છપાક'નો વીડિયો છે. વીડિયોમાં તમને દીપિકા વિક્રાંત મેસી સાથે બાઇક પર પાછળ બેસીને દુકાનની સામે રોકાઈ. ત્યારબાદ વિક્રાંત રોડ ક્રોસ કરીને બીજી તરફ જતો જોવા મળે છે. બન્ને એકબીજા સાથે વાત કરતાં પણ દેખાય છે.

દીપિકા ‘છપાક’ ફિલ્મમાં એસિડ અટેક પીડિતા લક્ષ્મીનો રોલ કરી રહી છે

'છપાક' ફિલ્મમાં દીપિકા એસિડ અટૅક પીડિતા લક્ષ્મી અગ્રવાલનું પાત્ર ભજવી રહી છે. અહીં વિક્રાંત મેસી આલોક દીક્ષિતનું, જે એક સામાજિક કાર્યકર્તાનું પાત્ર ભજવે છે. 'છપાક' ફિલ્મની શૂટિંગ છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીમાં થઈ રહી છે. આ પહેલા દીપિકાની દિલ્હી જનપછથ માર્કેટમાં શૉપિંગ કરતી તસવીર વાયરલ થઈ હતી. ખૂબ જ નજીકથી લેવાયેલ તસવીરમાં દીપિકાનું મેક અપ સ્પષ્ટ દેખાતું હતું. જેને જોઇને એમ તો કહી શકાય કે તે ખૂબ જ સારી રીતે કરેલું હતું.

તાજેતરમાં જ દીપિકા પાદુકોણે આ ફિલ્મનો ફર્સ્ટ લૂક સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. લગ્ન પછી 'છપાક' દીપિકાની પહેલી ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન મેઘના ગુલઝાર કરી રહી છે. મેઘના ગુલઝારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 'છપાક'ને લીધે લક્ષ્મી અગ્રવાલ સતત ચર્ચાનો વિષય બની રહી છે. લક્ષ્મી અગ્રવાલ તે જ એસિડ પીડિતા છે જેના પર 'છપાક' ફિલ્મ આધારિત છે.

આ પણ વાંચો : ધકધક ગર્લ માધુરીના ડાન્સ અને લૂકથી ચાહકો થયા 'તબાહ'

22 એપ્રિલ 2005ના જ્યારે લક્ષ્મી અગ્રવાલ 15 વર્ષની હતી ત્યારે જ એક વ્યક્તિએ તેના પર એસિડ ફેંક્યું હતું. તે યુવાન ઇચ્છતો હતો કે લક્ષ્મી અગ્રવાલ તેના લગ્નના પ્રપોઝલને સ્વીકારે પણ તેણે ના પાડતાંની સાથે તે યુવકે લક્ષ્મી પર એસિડ ફેંક્યું. જણાવીએ કે લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત 'છપાક' 10 જાન્યુઆરી 2020ના રિલીઝ થશે.

deepika padukone bollywood bollywood events bollywood gossips bollywood news entertaintment