લોકોને ડરાવવા માટે ઉત્સુક છે વિકી કૌશલ

08 September, 2019 10:20 AM IST  |  મુંબઈ

લોકોને ડરાવવા માટે ઉત્સુક છે વિકી કૌશલ

વિકી કૌશલ

વિકી કૌશલ તેની ‘ભૂત પાર્ટ 1: ધ હૉન્ટેડ ‌શિપ’ દ્વારા લોકોને ડરાવવા માટે આતુર છે. વિકીએ હાલમાં જ આ ફિલ્મનું શૂટિંગ પૂરુ કર્યું છે. ભૂમિ પેડણેકર પણ આ ફિલ્મમાં જોવા મળવાની છે. ફિલ્મનાં લાસ્ટ શેડ્યુલનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિકીએ કૅપ્શન આપી હતી કે ‘ફિલ્મ ‘ભૂત પાર્ટ 1: ધ હૉન્ટેડ ‌શિપ’નું છેલ્લુ શૂટિંગ પૂરુ કર્યું છે. અમારી આ સ્પેશ્યલ ફિલ્મને છેવટે અમે પૂરી કરી લીધી છે. ફિલ્મની જર્ની દરમ્યાન હું મારા અંદરનાં ડરની સાથે પણ લડી રહ્યો હતો. આ ફિલ્મ દ્વારા હું હવે ૧૫ નવેમ્બરે તમને ડરાવવા માટે આતુર છું.’

vicky kaushal bollywood news