18 July, 2026 02:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જાન કા જન્મદિન
વિકી કૌશલ અને કૅટરિના કૈફ ફરી એક વાર પોતાના પ્રેમભર્યા અંદાજને લઈને ચર્ચામાં છે. ગુરુવારે કૅટરિનાની ૪૩મી વર્ષગાંઠે વિકીએ પોતાની પત્ની માટે ખૂબ જ ભાવુક અને રોમૅન્ટિક પોસ્ટ શૅર કરી હતી.
વિકીએ સોશ્યલ મીડિયા પર કૅટરિનાના બર્થ-ડે સેલિબ્રેશનની એક સુંદર તસવીર પોસ્ટ કરી હતી અને એની સાથે લખ્યું હતું, ‘જાન કા જન્મદિન.’ આમ, પત્નીને પ્રેમથી ‘જાન’ કહીને બોલાવવાના વિકીના અંદાજે ચાહકોનું દિલ જીતી લીધું છે.