ઉરી બાદ કોઈ પણ બાબતને હવે હળવાશથી નહીં લઈ શકું : વિકી

13 February, 2019 09:40 AM IST  |  | સોનિલ દેઢિયા

ઉરી બાદ કોઈ પણ બાબતને હવે હળવાશથી નહીં લઈ શકું : વિકી

અભિનેતા વિક્કી કૌશલ

વિકી કૌશલનું કહેવું છે કે તે હવે કોઈ પણ બાબતને હળવાશથી લઈ શકે એમ નથી. તેની છેલ્લી ફિલ્મ ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’એ બૉક્સ-ઑફિસ પર ખૂબ જ સારો દેખાવ કર્યો છે. તે ૨૦૧૯ની પહેલી બ્લૉક-બસ્ટર ફિલ્મ બની ગઈ છે. ફિલ્મની સફળતાને લઈને વિકીએ કહ્યું હતું કે ‘આ એવો સમય છે જ્યારે હું પોતાની જાતને કહું છું કે હવે હું કોઈ પણ બાબતને હળવાશથી લઈ શકું એમ નથી. તમારે બસ, સખત મહેનત કરતાં રહેવું જોઈએ. આ ફિલ્મની સફળતાથી મને ખૂબ જ સ્પેશ્યલ ફીલ થાય છે.’
ફિલ્મને હિટ કરાવવાના પ્રેશર વિશે પૂછતાં વિકીએ કહ્યું હતું કે ‘મારા ખભા પર આ પ્રેશર લાવવા માટે મેં ખૂબ જ મહેનત કરી છે. આજે મારા પર જે પ્રેશર છે એ ઘણી મુશ્કેલીઓ બાદ મેળવ્યું છે. આટલોબધો પ્રેમ મેળવીને મને ઘણી ખુશી થઈ રહી છે.’

પ્રૉપગૅન્ડા હોત તો મેં ઉરી માટે ના પાડી દીધી હોત : વિકી કૌશલ

વિકી કૌશલનું કહેવું છે કે ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ જો પૉલિટિકલ પ્રૉપગૅન્ડા ફિલ્મ હોત તો તેણે એ ક્યારેય પસંદ ન કરી હોત. ઇન્ડિયન આર્મીએ ૨૦૧૬માં પાકિસ્તાનમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઇક પરથી આ ફિલ્મ બનાવવામાં આવી હતી. આ ફિલ્મને ઇલેક્શનના એક મહિના પહેલાં જ રિલીઝ કરવામાં આવી હોવાથી એને એક પ્રૉપગૅન્ડા ફિલ્મ કહેવામાં આવી રહી છે. આ વિશે પૂછતાં વિકીએ કહ્યું હતું કે ‘અમે જે ફિલ્મ બનાવી છે એ ઇન્ડિયન આર્મીને ટ્રિબ્યુટ છે. દરેક બાબતને પૉલિટિકલ દૃષ્ટિએ જોવાની જરૂર નથી. જો આ એક પ્રૉપગૅન્ડા ફિલ્મ હોત તો હું એનો પાર્ટ ન બન્યો હોત.’

આ પણ વાંચોઃ ખતરો કે ખિલાડીમાં કિસ્સા ચોટી કા

આ ફિલ્મના ડાયલૉગ ‘હાઉઝ ધ જોશ?’નો વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઍક્ટિંગ ફાઇનૅન્સ મિનિસ્ટર પીયૂષ ગોયલની સાથે અન્ય પૉલિટિશ્યન દ્વારા પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વિશે વિકીએ કહ્યું હતું કે ‘એક વાર ફિલ્મ રિલીઝ થઈ ગઈ પછી બધું દર્શકોના હાથમાં હોય છે પછી તે વડા પ્રધાન હોય, કૅબિનેટ મિનિસ્ટર હોય કે પછી સ્પોટ્ર્સ પર્સનાલિટીઝ; એનાથી કોઈ ફરક નથી પડતો. જો તમારી પાસે ‘હાઉઝ ધ જોશ?’ બોલવાનો હક છે તો એ જ હક દરેક વ્યક્તિ પાસે રહેલો છે. એના પર અમારો કોઈ કન્ટ્રોલ નથી હોતો.’

entertaintment vicky kaushal