06 October, 2025 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સની કૌશલ
તાજેતરમાં વિકી કૌશલ અને કૅટરિના કૈફે સોશ્યલ મીડિયાના માધ્યમથી ફૅન્સને જણાવ્યું હતું કે તેઓ બહુ જલદી મમ્મી-પપ્પા બનવાનાં છે. એક રિપોર્ટ પ્રમાણે કૅટરિના ૧૫થી ૩૦ ઑક્ટોબરના સમયગાળામાં બાળકને જન્મ આપી શકે છે. કૌશલ પરિવારના ઘરમાં ટૂંક સમયમાં બાળકનું આગમન થવાનું છે ત્યારે પરિવારની અત્યારની માનસિક સ્થિતિ વિશે વાત કરતાં વિકી કૌશલના નાના ભાઈ સની કૌશલે કહ્યું હતું કે અત્યારે અમારા પરિવારમાં બધા બહુ ખુશ છે અને સાથે નર્વસ પણ છે.
હાલમાં એક કાર્યક્રમમાં સની કૌશલે ભાભી કૅટરિનાની પ્રેગ્નન્સી વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘કૅટરિના મમ્મી બનવાની છે અને વિકી પપ્પા. અમારા પરિવારમાં પહેલું બાળક આવવાનું છે એટલે બધા ખુશ છે અને એ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અત્યારે ઘરમાં બધા બહુ ખુશ છે અને સાથે-સાથે નર્વસ પણ છે. બધા વિચારી રહ્યા છે કે આખરે ભવિષ્યમાં શું થશે. બસ, બધા એ દિવસની રાહ જોઈ રહ્યા છે.’