સંજુની જર્નીને યાદ કરીને ભાવુક થયો વિકી કૌશલ

01 July, 2019 10:25 AM IST  |  મુંબઈ

સંજુની જર્નીને યાદ કરીને ભાવુક થયો વિકી કૌશલ

વિકી કૌશલે ‘સંજુ’ને લઈને તેની જર્નીને યાદ કરી હતી. આ ફિલ્મમાં તેણે કમલીના રોલમાં લોકોની વાહવાહી મેળવી હતી. લોકો પણ તેને આ નામથી જ બોલાવવા લાગ્યા હતા. આ ફિલ્મને રાજકુમાર હિરાણીએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ સંજય દત્તની રિયલ લાઇફ પર આધારિત હતી. સંજય દત્તની ભૂમિકામાં રણબીર કપૂર જોવા મળ્યો હતો. આ ફિલ્મ બાદ વિકી ‘મનમર્ઝિયા’ અને ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં પણ જોવા મળ્યો હતો. તે હાલમાં ‘ભૂત પાર્ટ 1ઃ ધ હૉન્ટેડ ‌શિપ’માં બિઝી છે. ‘સંજુ’ને એક વર્ષ થતાં વિકી કૌશલે કહ્યું હતું કે ‘૧ વર્ષ. પહેલી વાર લોકો મને મારી ફિલ્મના કૅરેક્ટરથી બોલાવવા લાગ્યા હતા. સૌ તરફથી મળેલા પ્રેમ માટે થૅન્ક યુ. મારા માટે આ બધું ખૂબ મહત્ત્વ ધરાવે છે.’

vicky kaushal ranbir kapoor bollywood entertaintment