અલી અબ્બાસ ઝફરની સુપરહીરો ફિલ્મમાં જોરદાર સ્ટન્ટ્સ કરવાની છે કૅટરિના

09 February, 2020 01:39 PM IST  |  Mumbai

અલી અબ્બાસ ઝફરની સુપરહીરો ફિલ્મમાં જોરદાર સ્ટન્ટ્સ કરવાની છે કૅટરિના

કૅટરિના કૈફ

કૅટરિના કૈફ હવે અલી અબ્બાસ ઝફરની સુપરહીરો ફિલ્મમાં કદી પણ ન કર્યા હોય એવા દિલધડક સ્ટન્ટ્સ કરવાની છે એવુ જાણવા મળ્યુ છે. આ બન્નેએ આ અગાઉ ૨૦૧૧માં આવેલી ‘મેરે બ્રધર કી દુલ્હન’, ૨૦૧૭માં આવેલી ‘ટાઇગર ઝિંદા હૈ’માં અને ૨૦૧૯માં આવેલી ‘ભારત’માં કામ કર્યું હતું. તેઓ ફરી એકવાર ઍક્શન ફિલ્મમાં જોવા મળે એવી શક્યતા છે. અલીની ઇચ્છા છે કે તે આ ફિલ્મની ફ્રેન્ચાઇઝી બનાવે. તે આ ફિલ્મની સ્ક્રિપ્ટીંગની સાથે એને ડિરેક્ટ અને પ્રોડ્યુસ પણ કરશે. આ વર્ષે જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવે એવી તૈયારી ચાલી રહી છે.

કૅટરિના વિશે ચુપકીદી સાધી વિકીએ

વિકી કૌશલ અને કૅટરિના કૈફ એકમેકને ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા ચાલી રહી છે. તેમણે હજી તેમની રિલેશનશિપ વિશે કોઈ જાહેરાત નથી કરી, પરંતુ તેઓ એકમેકને સારા ફ્રેન્ડ્સ ગણાવી રહ્યાં છે. વેલેન્ટાઇન્સ ડે નજીક આવી રહ્યો હોવાથી એ વિશે વિકીને પૂછતાં તેણે કહ્યું હતું કે પ્રેમમાં હોવું ‘બેસ્ટ ફિલીંગ’ છે. જોકે તેણે કૅટરિના વિશે એક પણ જવાબ આપવાનું ટાળ્યું હતું.

katrina kaif ali abbas zafar vicky kaushal bollywood news entertaintment