15 August, 2023 04:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાવીસમી સપ્ટેમ્બરે જોવા મળશે વિકી અને માનુષીનું ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફૅમિલી’
વિકી કૌશલ અને માનુષી છિલ્લરની ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફૅમિલી’ આ વર્ષે બાવીસ સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે અને વિજયક્રિષ્ન આચાર્યએ ડિરેક્ટ કરી છે. પરિવારમાં થનારા ફેરબદલ ફિલ્મમાં દેખાડવામાં આવ્યા છે, જેને કારણે લોકોને કૉમેડીનો ભરપૂર ડોઝ મળી રહેશે. એમાં કુટુંબ વિશે માહિતી આપતી એક નાનકડી ઝલક વિકીએ શૅર કરી હતી. એમાં તે પરિવારના અલગ-અલગ લોકોના સ્વભાવ વિશે જણાવે છે. આ ફિલ્મમાં તેની સાથે માનુષી છિલ્લર, મનોજ પાહવા અને કુમુદ મિશ્રા પણ જોવા મળશે. ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિકીએ કૅપ્શન આપી હતી, ‘હમ સબસે મિલને આઇએ અપને પૂરે પરિવાર કે સાથ બાઈસ સપ્ટેમ્બર કો થિયેટરમેં. યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મ નજીકના થિયેટરમાં રિલીઝ થવાની છે.’