ઉપરાષ્ટ્રપતિ એમ. વેન્કૈયા નાયડુએ સાંડ કી આંખ જોઈને કરી પ્રશંસા

07 October, 2019 09:47 AM IST  |  નવી દિલ્હી

ઉપરાષ્ટ્રપતિ એમ. વેન્કૈયા નાયડુએ સાંડ કી આંખ જોઈને કરી પ્રશંસા

ઉપ રાષ્ટ્રપતિએ કરી ફિલ્મ સાંડ કી આંખની પ્રશંસા

ઉપરાષ્ટ્રપતિ એમ. વેન્કૈયા નાયડુએ ‘સાંડ કી આંખ’ જોઈને એની પ્રશંસા કરી હતી. તાપસી પન્નુ અને ભૂમિ પેડણેકરે વાઇસ પ્રેસિડેન્ટ અને તેમની ફૅમિલી માટે સ્પેશ્યલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. આ ફિલ્મમાં તાપસીએ વયોવૃદ્ધ શાર્પ-શૂટર ચન્દ્રો તોમરનું પાત્ર અને ભૂમિ પેડણેકરે પ્રકાશી તોમરનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મ જોયા બાદ ટ્‍‍વિટર પર ઉપરાષ્ટ્રપતિ એમ. વેન્કૈયા નાયડુએ ટ્વીટ કર્યું હતું, ‘ફિલ્મની પૂરી ટીમને હું શુભેચ્છા આપું છું. ફિલ્મમાં એ બે શાર્પ-શૂટર્સની સ્ટોરી દેખાડવામાં આવી છે જેમણે તમામ બાધાઓને દૂર કરીને મારા સશક્તીકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ‘સાંડ કી આંખ’ તાપસી પન્નુ, ભૂમિ પેડણેકર, ડિરેક્ટર તુષાર હીરાનંદાની અને પૂરી ટીમ સાથે ઉપરાષ્ટ્રપતિ ભવનમાં જોઈ છે. શાર્પ-શૂટર્સ ચન્દ્રો તોમર અને પ્રકાશી તોમરની રિયલ લાઇફ સ્ટોરી પર આધારિત આ પ્રેરણાદાયક ફિલ્મ છે.’
ઉપરાષ્ટ્રપતિ એમ. વેન્કૈયા નાયડુના ટ્વીટ પર તાપસીએ રીટ્વીટ કર્યું હતું, ‘થૅન્ક યુ સો મચ સર. અમારા માટે આ એક સન્માનની બાબત છે કે તમે અને તમારી ફૅમિલીએ અમારી ‘સાંડ કી આંખ’ ફિલ્મ જોઈ. ફિલ્મ માટે કરેલી પ્રશંસા બદલ તમારો આભાર.’

આ પણ જુઓઃ જુઓ કેટરિના કૈફ જેવી દેખાય છે આ બિગ-બૉસ 13ની કન્ટેસ્ટન્ટ

તો સાથે જ ઉપરાષ્ટ્રપતિ એમ. વેન્કૈયા નાયડુનો આભાર માનતાં ભૂમિ પેડણેકરે પણ રીટ્વીટ કર્યું હતું, ‘અમારી ફિલ્મ જોવા બદલ થૅન્ક યુ વાઇસ પ્રેસિડેન્ટ સર. અમારી ફિલ્મને પ્રેમ આપવા બદલ થૅન્ક યુ. તમારી અને તમારી ફૅમિલી સાથેની એ સાંજ યાદગાર રહેશે. જયહિન્દ.’

taapsee pannu bhumi pednekar venkaiah naidu