ન્યુ યૉર્ક યુનિવ‌િર્સટીના વિદ્યાર્થીઓને ઍક્ટિંગના પાઠ ભણાવ્યા અનુપમે

08 February, 2020 12:44 PM IST  |  Mumbai

ન્યુ યૉર્ક યુનિવ‌િર્સટીના વિદ્યાર્થીઓને ઍક્ટિંગના પાઠ ભણાવ્યા અનુપમે

અનુપમ ખેર

અનુપમ ખેરે ન્યુ યૉર્ક યુનિવર્સીટીનાં સ્ટુડન્ટ્સને ઍક્ટિંગની ઝીણવટપૂર્વક માહિતી આપી હતી. તેઓ ઘણાં સમયથી અમેરિકાની મેડિકલ ડ્રામા સિરિયલ ‘ન્યુ ઍમસ્ટરડેમ’માં બિઝી છે. આ શોની હાલમાં જ ત્રણ સીઝન વધારવામાં આવી છે. આ શોમાં તેઓ ડૉક્ટર વિજય કપૂરનાં પાત્રમાં જોવા મળી રહ્યા છે. તેમણે અત્યાર સુધી ૫૦૦ ફિલ્મોમાં કામ કર્યું છે અને એમાં ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટ્સ પણ સામેલ છે. અનુપમ ખેરે ઑક્સફર્ડ અને કોલંબિયા યુનિવર્સીટીમાં પણ સ્ટુડન્ટ્સને ઍક્ટિંગ વિશે લૅક્ચર્સ આપ્યા છે. હાલમાં જ તેમણે ન્યુ યૉર્કની ટિસ્ક સ્કૂલ ઑફ આર્ટ્સનાં ડિપાર્ટમેન્ટ ઑફ અંડરગ્રેજ્યુએટ ડ્રામાનાં મેસ્નર સ્ટૂડિયોનાં સ્ટુડન્ટ્સને ઍક્ટિંગ વિશે માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતું. પોતાનાં કરીઅર દરમ્યાન તેમણે જે પણ અનુભવો મેળવ્યા હતાં એનો ચિતાર તેમણે સ્ટુડન્ટ્સ સમક્ષ રજુ કર્યા હતાં. એ વિશે જણાવતાં અનુપમ ખેરે કહ્યું હતું કે ‘ન્યુ યૉર્ક યુનિવર્સીટીનાં બ્રિલીયન્ટ સ્ટુડન્ટ્સ સાથે ચર્ચા વિચારણાં કરવાનો અનુભવ અદ્ભુત રહ્યો હતો. એ બધા બ્રાઇટ અને ટૅલન્ટેડ હતાં. ફિલ્મોમાં મળેલા મારા અનુભવને અને કળા પ્રતિનાં મારા પ્રેમને તેમની સાથે શૅર કરીને ખૂબ ખુશી થઈ હતી. આશા રાખુ છું કે મારો આ અનુભવ તેમને લાંબાગાળા સુધી કામ આવે.’

anupam kher bollywood news entertaintment