વીતેલા જમાનાના વિલન પ્રાણ સારવાર માટે લીલાવતીમાં દાખલ

20 November, 2012 03:25 AM IST  | 

વીતેલા જમાનાના વિલન પ્રાણ સારવાર માટે લીલાવતીમાં દાખલ

લીલાવતી હૉસ્પિટલના પ્રવક્તા મોહન રાજને આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘૯૪ વર્ષના અભિનેતા પ્રાણને ન્યુમોનિયા થયો હતો અને તેમની સારવાર ચાલી રહી છે. અત્યારે તેમની તબિયત સારી છે અને શક્ય છે કે ત્રણથી ચાર દિવસમાં રજા આપવામાં આવે.’

બૉલીવુડની ૩૫૦ કરતાં વધુ ફિલ્મોમાં કામ કરનારા પ્રાણ વિલનના રોલમાં હાથમાં સિગારેટ ફેરવવાની અને આંખોને નાની-મોટી કરીને ઍક્ટિંગ કરવાની આગવી સ્ટાઇલને કારણે બહુ લોકપ્રિય થયા હતા. જોકે મનોજકુમારની ફિલ્મ ‘ઉપકાર’થી તેમણે ચરિત્ર-અભિનેતાના રોલ કરવાનું શરૂ કર્યું હતું. તેમની જાણીતી ફિલ્મોમાં ‘ખાનદાન’, ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’, ‘ઔરત’, ‘બડી બહન’, ‘હાફ ટિકટ’, ‘ઉપકાર’, ‘પૂરબ ઔર પશ્ચિમ’, ‘ઝંજીર’ અને ડૉનનો સમાવેશ છે. ૨૦૦૧માં કેન્દ્ર સરકારે તેમને તેમણે ફિલ્મોમાં આપેલા યોગદાન બદલ પદ્મભૂષણનો ઇલકાબ આપીને નવાજ્યા હતા.