કેન્સર પીડિત જુનિયર મહેમૂદે છેલ્લી ઈચ્છા કરી વ્યક્ત, આ દુનિયામાંથી જાઉં તો... 

07 December, 2023 06:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

0ના દાયકાના અનુભવી 67 વર્ષના જુનિયર મહેમૂદ કેન્સર સામે લડી રહ્યાં છે. બૉલિવૂડના અનેક નામી કલાકારો તેમના ખબર અંતર પૂછવા તેમની મુલાકાત લઈ ચૂક્યા છે. એવામાં હવે પીઠ કલાકારે તેની છેલ્લી ઈચ્છા વ્યક્ત કરી છે....

જુનિયર મહેમૂદ સાથે જિતેન્દ્ર અને માસ્ટર રાજુ

veteran actor junior mehmood : 70ના દાયકાના અનુભવી 67 વર્ષના જુનિયર મહેમૂદ આ દિવસોમાં ભારે મુશ્કેલીમાં છે. પોતાની કોમેડી અને અભિનયથી લોકોના ચહેરા પર સ્મિત લાવનાર આ અભિનેતાને જોઈને આજે લોકોની આંખો ભીની થઈ ગઈ છે. જુનિયર મહેમૂદ હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા છે, પરંતુ તે દરરોજ જીવનની લડાઈ લડી રહ્યા છે. તાજેતરમાં જ બોલિવૂડના ઘણા કલાકારો તેમને મળવા આવ્યા હતા, જ્યાં તેઓએ તેમની તબિયત વિશે પૂછ્યું હતું. હાલમાં જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાની ઈચ્છા વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.

જુનિયર મહેમૂદ છેલ્લા કેટલાક સમયથી પેટના કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતો. સમાચાર છે કે આ સાથે અભિનેતાના આંતરડામાં ગાંઠ પણ છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર તેનું કેન્સર ચોથા સ્ટેજમાં છે અને તેના કારણે તેનું વજન પણ સતત ઘટી રહ્યું છે. હાલમાં બોલિવૂડમાં તેના મિત્રો તેની હાલત જોઈને ખૂબ જ ચિંતિત છે. હાલમાં જ જ્યારે તે હોસ્પિટલથી ઘરે પહોંચ્યા ત્યારે તેણે પોતાની એક ઈચ્છા વ્યક્ત કરી. 

જુનિયર મહેમૂદની છેલ્લી ઈચ્છા શું છે?

એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દિગ્ગજ સ્ટાર જુનિયર મેહમૂદ કારમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. તે ખૂબ જ નબળા દેખાઈ રહ્યા છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા અભિનેતાએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તમે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તમે ભગવાન પાસેથી શું ઈચ્છો છો? આના જવાબમાં જુનિયર મહમૂદે કહ્યું- `હું એક સિમ્પલ જૂનિયર માણસ છું. તમે આ જાણતા જ હશો… હું મરી જઈશ તો દુનિયા કહે કે એ માણસ સારો હતો. જો ચાર લોકો આમ કહે તો સમજો તમે જીતી જંગ ગયા.`

જીતેન્દ્ર પોતાના આંસુ રોકી શક્યા નહિ

તમને જણાવી દઈએ કે બીમાર જુનિયર મેહમૂદે તેના મિત્ર સલામ કાઝીને કહ્યું હતું કે તે જીતેન્દ્ર અને સચિન પિલગાંવકરને મળવા માંગે છે. જે બાદ બંને કલાકારો તેમને મળવા આવ્યા હતા. તેની હાલત જોઈ જિતેન્દ્રની આંખો પણ ભીની થઈ ગઈ હતી. તે જ સમયે જુનિયર મહેમૂદની બિમારીના સમાચાર સાંભળ્યા પછી, જોની લીવર અને માસ્ટર રાજુ પણ તેની તબિયત વિશે પૂછવા માટે તેમને મળવા પહોંચ્યા હતાં.

200 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું

તમને જણાવી દઈએ કે 67 વર્ષીય જુનિયર મહેમૂદે વિવિધ ભાષાઓમાં 200 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ 1968માં `બ્રહ્મચારી`, 1970માં `મેરા નામ જોકર`, 1977માં `પરવરિશ` અને 1980માં `દો ઔર દો પાંચ` જેવી ફિલ્મો માટે જાણીતા છે.

bollywood news bollywood entertainment news jeetendra