મીનાક્ષી સુંદરેશ્વર ફેમ અભિનેતા શિવ કુમાર સુબ્રમણ્યમનું નિધન

11 April, 2022 11:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોમવાર, 11 એપ્રિલ સવારે બૉલિવૂડના જાણીતા એક્ટર અને સ્ક્રીનરાઈટર શિવ કુમાર સુબ્રમણ્યમનું નિધન થઈ ગયું છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

નયા અઠવાડિયાની શરૂઆત ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એક દુખઃદ સમાચાર સાથે થઈ છે. બૉલિવૂડના જાણીતા અભિનેતા અને સ્ક્રીનરાઇટર શિવ કુમાર સુબ્રમણ્યમ (Shiv Kumar Subramaniam death)નું મોડી રાતે નિધન થઈ ગયું છે. અભિનેતાના નિધનના સમાચાર આવતા જ ફિલ્મ જગતમાં શોકનો માહોલ છે. શિવકુમારના નિધનનાં કારણો વિશે અત્યાર સુધી કંઈ ખબર પડી નથી.

આ સમાચાર પર દુઃખ વ્યક્ત કરતા બીના સરવરે ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું, "ખૂબ જ દુઃખદ સમાચાર. દીકરા જહાનના મોતના બરાબર બે મહિના પછી તેમનું નિધન થઈ ગયું છે. તેમના દીકરા જહાનને બ્રેન ટ્યૂમર હતું. 16માં જન્મદિવસ પહેલા તેનું મોત થયું." માહિતી પ્રમાણે સુબ્રમણ્યમના અંતિમ સંસ્કાર 11 એપ્રિલ, સોમવારે સવારે 11 વાગ્યે મોક્ષધામ હિંદુ સ્મશાનભૂમિમાં કરવામાં આવશે. 

શિવકુમાર સુબ્રમણ્યમ છેલ્લે ગયા વર્ષે આવેલી ફિલ્મ `મીનાક્ષી સુંદરેશ્વર`માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા મુખ્ય પાત્રમાં હતી. આ સિવાય અભિનેતા અનેક ફિલ્મો અને ટીવી સીરિયલ્સમાં પણ જોવા મળી ચૂક્યા છે. સાથે જ તે કેટલીક ફિલ્મોના સ્ક્રીનપ્લે પણ લખી ચૂક્યા છે. એક્ટરે વિધૂ વિનોદ ચોપડાની ફિલ્મ `પરીંદા` અને સુધીર મિશ્રાની ફિલ્મ `હજારો ખ્વાહિશે એસી`નું પણ સ્ક્રીનપ્લે લખ્યું હતું.

પોતાના જબરજસ્ત કરિઅર દરમિયાન, તેમણે પરિંદા માટે સર્વશ્રેષ્ઠ પટકથા માટે ફિલ્મફૅર પુરસ્કાર અને હજારો ખ્વાહિશે એસી માટે સર્વશ્રેષ્ઠ સ્ટોરી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. આ સિવાય શિવ કુમાર `2 સ્ટેટ્સ`, `તીન પત્તી`, `પ્રહાર` અને રાની મુખર્જી સ્ટારર `હિચકી`માં પણ જોવા મળ્યા હતા. શિવ કુમાર સુબ્રમણ્યમે ટીવી શૉ `મુક્તિ બંધન`માં પણ કામ કર્યું હતું.

bollywood news bollywood bollywood gossips entertainment news