21 September, 2025 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વેરા બેદી
ઍક્ટર રજત બેદીની દીકરી વેરા બેદીની તસવીરો હાલમાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. તાજેતરમાં આર્યન ખાનની ડેબ્યુ સિરીઝ ‘The Ba***ds of Bollywood’ના પ્રીમિયરની ઇવેન્ટમાં તેના પપ્પા સાથે રેડ કાર્પેટ પર દેખાયેલી વેરાના બોલ્ડ અને ગ્લૅમરસ અંદાજે દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. વેરાનાં કૉન્ફિડન્ટ વૉક અને સ્ટાઇલિશ લુક તેમ જ સુંદરતાને કારણે તે ગ્લૅમરસ હિરોઇનોને પણ ભારે પડી હતી અને સુંદરતામાં મોટી-મોટી ઍક્ટ્રેસને પણ તેણે પાછળ છોડી દીધી હતી. ફૅન્સ તેની તુલના યંગ કરીના કપૂર અને પ્રીતિ ઝિન્ટા સાથે કરી રહ્યા છે.