04 June, 2026 10:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
વરુણ ધવનની ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ શુક્રવારે રિલીઝ થવાની છે ત્યારે વરુણ દર્શન કરવા માટે જુહુના શિવ મંદિરમાં પહોંચ્યો હતો. વરુણ તેના જિમ-સેશન પછી તરત જ દર્શન કરવા પહોંચ્યો હોવાના કારણે તેણે ગંજી અને શૉર્ટ્્સ પહેર્યાં હતાં અને હવે વરુણને મંદિરમાં આ પહેરવેશ પહેરવાને કારણે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
વરુણની મંદિરની આ મુલાકાતનો વિડિયો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. વિડિયોમાં તેને ગંજી અને શૉર્ટ્્સમાં જોઈ શકાય છે. તેના કપાળ પર તિલક પણ લાગેલું હતું અને તે ખૂબ ઉતાવળમાં દેખાઈ રહ્યો હતો. મંદિરમાંથી બહાર આવ્યા બાદ તેણે ફોટોગ્રાફર્સને પ્રસાદ આપ્યો હતો અને તરત જ સ્ટૅન્ડ પરથી પોતાના જૂતાં લઈને ચાલ્યો ગયો હતો.