હૉલીવુડ ફિલ્મના વખાણ કરવા પર ટ્રોલ થયા વરૂણ ધવન, આપ્યો આ જવાબ

04 August, 2019 04:32 PM IST  |  મુંબઈ

હૉલીવુડ ફિલ્મના વખાણ કરવા પર ટ્રોલ થયા વરૂણ ધવન, આપ્યો આ જવાબ

વરૂણ ધવન

બૉલીવુડ એક્ટર વરૂણ ધવન ડ્વાઈન જૉનસનના કેટલા મોટા ફૅન છે આ વાત બધા જાણે છે. વરૂણે જૉનસનની ફિલ્મ જોઈ અને એમને એટલી પસંદ આવી કે તેઓ પોતાને વખાણ કરવાથી રોકી ન શક્યા. વરૂણે ટ્વિટર પર લખ્યું- હૉબ્સ અને શૉ જોઈએ. આ કમાલની ફિલ્મ છે. રૉકે તો જાદુ કરી બતાવ્યો. આ ફિલ્મના બધા સીન જબરદસ્ત છે.

 

 

વરૂણના ટ્વીટનો ડ્વાઈન જૉનસને જવાબ પણ આપ્યો. એમણે લખ્યું. ધન્યવાદ મને ખુશી છે કે તમને પસંદ આવી. તમે બેસ્ટ છે. જોકે એવું લાગે છે કે રૉક અને વરૂણ ધવનની વચ્ચેની આ સ્વીટ વાતચીત ઘણા લોકોન પસંદ નહીં આવી અને લોકોએ વરૂણ ધવનને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.

 

 

ફૅને લખ્યું - હૉલીવુડ ફિલ્મોને પ્રમોટ કરવા અને અમેરિકન્સને પૈસા આપવાને બદલે પોતાના ફિલ્મોની ક્વૉલિટી ઈમ્પ્રૂવ કરો અને મસાલા ફિલ્મ કરવાની બંધ કરી દો, જે તમે કરો છો. સાથે જ સારી બૉલીવુડની ફિલ્મોને પ્રમોટ કરો. યૂઝરે આ ટ્વીટમાં વરૂણ અને કરણ બન્નેને ટૅગ કર્યા.

આ પણ વાંચો : લંડનમાં રણવીર સિંહને મળ્યા ફૅન્સ, આવી રીતે કર્યું સ્વાગત

વરૂણ ધવને શાંત રહીને યૂઝરની વાતને સહન કરવાને બદલે જવાબ આપ્યો- કદાચ તમારે હેરી પોટરનો ફોટો પોતાના પ્રોફાઈલમાં નહીં રાખવો જોઈએ. ખાસ કરીને તમે જ્યારે બીજાને શીખાવી રહ્યા હોય કે એમણે શું કરવું જોઈએ અને શું નહીં. જાઓ ચાદર ઓઢીને સુઈ જાઓ. જણાવી દઈએ કે ધવનની છેલ્લી ફિલ્મ કલંક બૉક્સ ઑફિસ પર ફ્લૉપ રહી હતી.

varun dhawan dwayne johnson bollywood news