કલંકને લઈને કમર્શિયલ પ્રેશર અનુભવી રહ્યો છું : વરુણ ધવન

19 April, 2019 11:17 AM IST  | 

કલંકને લઈને કમર્શિયલ પ્રેશર અનુભવી રહ્યો છું : વરુણ ધવન


વરુણ ધવનનું કહેવું છે કે ‘કલંક’ને લઈને તેને કમર્શિયલ પ્રેશર લાગી રહ્યું છે. મલ્ટિસ્ટારર આ ફિલ્મ બુધવારે રિલીઝ થઈ છે. આ અગાઉ વરુણે ‘ઑક્ટોબર’ અને ‘સુઈ ધાગા’ જેવી નાના બજેટની ફિલ્મમાં કામ કર્યું હતું. જોકે એમાં કોઈ પણ પ્રકારનું કમર્શિયલ પ્રેશર નહોતું એવું જણાવતાં વરુણે કહ્યું હતું કે ‘મારી છેલ્લી બે ફિલ્મો નાના બજેટની હોવા છતાં એને જોનારો વર્ગ મોટો હતો. આ ફિલ્મો કમર્શિયલી સફળ નીવડે એવું કોઈ જાતનું પ્રેશર નહોતું. જોકે ‘કલંક’ને લઈને કમર્શિયલ પ્રેશર છે. આ ફિલ્મ માટે મેં ખૂબ તૈયારીઓ પણ કરી હતી. એથી જ હું વધારે પ્રેશર અનુભવી રહ્યો છું. આ એક મલ્ટિસ્ટારર ફિલ્મ હોવાથી લોકોની નજર પણ એના પર જ મંડાયેલી છે. લોકોના અટેન્શનને કારણે હું વધુ ચિંતિત થઈ રહ્યો છું. દરેક આ ફિલ્મને જોવા જશે અને મારી એ જ ઇચ્છા છે કે મારો પર્ફોર્મન્સ લોકોને પસંદ પડે. નિષ્ફળતાનો ડર મને વધુ અસ્વસ્થ બનાવે છે.’

વરુણ ધવનને નિષ્ફળ થવાનો કોઈ ડર નથી

વરુણ ધવનનું કહેવું છે કે તેને નિષ્ફળતાનો કોઈ ડર નથી. તે તેની દરેક ફિલ્મને એક ચૅલેન્જ તરીકે લે છે. ‘બદ્રીનાથ કી દુલ્હિનયા’ હોય ‘ઑક્ટોબર’ હોય કે પછી ‘કલંક’, તે સતત પોતાની ઍક્ટિંગ સ્કિલને વધારવા માગે છે. ‘કલંક’ને ફિલ્મી પંડિતોએ વખોડી કાઢી છે, પરંતુ એ પહેલા દિવસે સૌથી વધુ બિઝનેસ કરનારી ૨૦૧૯ની ફિલ્મ બની ગઈ છે. આ વિશે વધુ જણાવતાં વરુણે કહ્યું હતું કે મને નિષ્ફળતાનો કોઈ ડર નથી, પરંતુ દરેક ફિલ્મ મારા માટે એક ચૅલેન્જ છે. હું મારા દરેક પ્રોજેક્ટ માટે ખૂબ જ મહેનત કરું છું અને સતત મારી ઍક્ટિંગ સુધારવાનો પ્રયાસ કરું છું.

એક પછી એક સફળ ફિલ્મો આપ્યા બાદ ફિલ્મ સાથે એક્સપરિમેન્ટને રિસ્ક ગણતાં વરુણે કહ્યું હતું કે મારા માટે આ સૌથી મોટું રિસ્ક હતું, કારણ કે મારા માટે આ એક અલગ જ અનુભવ હતો. તમારા અનુભવને લોકો સમક્ષ રજૂ કરવો અને દર્શકોના દિલ સુધી પહોંચવું ખૂબ જ મહkવનું છે.

નિષ્ફળતા વિશે વધુ ન વિચારતા વરુણે કહ્યું હતું કે સફળતા અને નિષ્ફળતા દરેક ક્ષેત્રમાં રહેલી છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રી એમાંથી બાકાત નથી. મારું માનવું છે કે દરેક વસ્તુ ફરી-ફરીને પાછી તમારી પાસે આવે છે. દરેક વ્યક્તિની લાઇફમાં સારી અને ખરાબ બન્ને ઘટના થતી જોવા મળે છે.

varun dhawan bollywood