23 November, 2025 08:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જાહ્નવી કપૂર અને વરુણ ધવન શુક્રવારે સાંજે ઉદયપુર ઍરપોર્ટ પર જોવા મળ્યાં હતાં.
જાહ્નવી કપૂર અને વરુણ ધવન શુક્રવારે સાંજે ઉદયપુર ઍરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. અહીં તેઓ વામસી ગદીરાજુ અને નેત્રા મન્ટેનાનાં હાઈ પ્રોફાઇલ લગ્નમાં હાજરી આપવા માટે પહોંચ્યાં હતાં. અમેરિકન અબજોપતિ ઉદ્યોગપતિ રામ રાજુ મન્ટેનાની દીકરી નેત્રા મન્ટેના અને વરરાજા વામસી ગદીરાજુનાં ભવ્ય લગ્ન માટે ઉદયપુરની પસંદગી કરવામાં આવી છે. જાહ્નવી અને વરુણના આગમનની સાથે જ ઍરપોર્ટની બહાર તેમને ફોટોગ્રાફરો અને ફૅન્સની ભીડે ઘેરી લીધાં હતાં અને તેઓ તેમની સાથે તસવીર ક્લિક કરાવવા ઇચ્છતા હતા. જોકે આ ભીડમાં વરુણે માંડ-માંડ જાહ્નવીને બચાવીને સલામત કાર સુધી પહોંચાડી હતી. પરિસ્થિતિ એટલી કથળી ગઈ હતી કે બન્નેએ કોઈ સાથે રોકાઈને વાતચીત નહોતી કરી અને ફોટો ક્લિક કરાવવાનું પણ ટાળ્યું હતું.