30 July, 2024 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંજિની ધવન
વરુણ ધવનની ભત્રીજી અંજિની ધવન હવે બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. ડેવિડ ધવનના ભાઈ અનિલ ધવનના દીકરા સિદ્ધાર્થ ધવનની દીકરી અંજિની ‘બિન્ની ઍન્ડ ફૅમિલી’ દ્વારા ઍક્ટિંગ કરીઅરની શરૂઆત કરી રહી છે. એકતા કપૂર, શશાંક ખૈતાન અને મૃગદીપ સિંહ લાંબા દ્વારા આ ફિલ્મને પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. ૩૦ ઑગસ્ટે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મની સ્ટોરી જૂના વિચારો અને મૉડર્ન ફૅમિલી વચ્ચે થતા મતભેદ પર છે. આ ફિલ્મમાં અંજિનીની સાથે પંકજ કપૂર, રાજેશ કુમાર, હિમાની શિવપુરી અને ચારુ શંકર જોવા મળશે. આ ફિલ્મના પોસ્ટરમાં અંજિની હેડફોન પહેરેલી જોવા મળી રહી છે. તેનું પોસ્ટર રિલીઝ થતાં જ જાહ્નવી કપૂર, ખુશી કપૂર, શનાયા કપૂર, કરણ જોહર અને વરુણ ધવન જેવી વગેરે સેલિબ્રિટીએ તેને ઇન્ડસ્ટ્રીમાં આવકારી છે.