રોહિત ધવન બન્યો દીકરાનો પપ્પા

06 May, 2022 04:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બન્નેને અગાઉ નિયારા નામની દીકરી છે

૨૦૧૨માં રોહિત અને  જાહ્નવીએ લગ્ન કર્યાં હતાં

વરુણ ધવનના ભાઈ રોહિત ધવનની વાઇફ જાહ્નવી ધવને દીકરાને જન્મ આપ્યો છે. આ બન્નેને અગાઉ નિયારા નામની દીકરી છે. નિયારા તેના કાકા વરુણની ખૂબ ક્લૉઝ છે. તેની સાથેના મજેદાર વિડિયો વરુણ સોશ્યલ મીડિયામાં શૅર કરતો રહે છે. ૨૦૧૨માં રોહિત અને  જાહ્નવીએ લગ્ન કર્યાં હતાં. તેમની ફૅમિલીમાં હવે વધુ એક મેમ્બરનો ઉમેરો થતાં તેમની ખુશીની કોઈ સીમા નથી. થોડા સમય અગાઉ જ વરુણની વાઇફ નતાશા દલાલે જાહ્નવી માટે બેબી શાવરનું આયોજન કર્યું હતું. બાળકનું સ્વાગત કરતાં બધાએ ખાસ ટી-શર્ટ પહેર્યાં હતાં. એ વખતે ડેવિડ ધવન, તેમની વાઇફ, વરુણ, રોહિત અને જાહ્નવી સૌકોઈ નવા બાળકને જોઈને ખુશ થઈ રહ્યાં હતાં. 

entertainment news bollywood bollywood news bollywood gossips varun dhawan