કલંક ફ્લૉપ થતા વરૂણ ધવને કહ્યું-'ફિલ્મ ચાલવા લાયક હતી જ નહીં'

18 June, 2019 12:02 PM IST  |  મુંબઈ

કલંક ફ્લૉપ થતા વરૂણ ધવને કહ્યું-'ફિલ્મ ચાલવા લાયક હતી જ નહીં'

કલંક ફ્લૉપ થતા વરૂણ ધવને કહ્યું-'ફિલ્મ ચાલવા લાયક હતી જ નહીં'

કરણ જોહરની કલંક 17 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. કરણની મલ્ટીસ્ટારર ફિલ્મમાં માધુરી દીક્ષિત, આલિયા ભટ્ટ, વરૂણ ધવન, સંજય દત્ત, આદિત્ય રૉય કપૂર અને કુણાલ ખેમુ જેવા મોટા કલાકારો લીડ રોલમાં હતા. તેમ છતા ફિલ્મ ખરાબ રીતે પિટાઈ ગઈ હતી. દર્શકોને આ ફિલ્મનો બેસબ્રીથી ઈંતઝાર હતો. ફિલ્મને કરણ જોહરનો ડ્રીમ પ્રોજેક્ટ બતાવવામાં આવી રહ્યો છે. પણ જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તે એટલી ખરાબ રીતે ફ્લૉપ થઈ કે તેની કરણ જોહરે પણ આશા નહીં રાખી હોય.

'કલંક' ફ્લૉપ થયાના બે મહિના બાદ હવે વરૂણ ધવને એક નિવેદન આપ્યું છે જે સાંભળીને કરણ જોહરને ખરાબ લાગી શકે છે. એક મીડિયા હાઉસને આપેલા ઈંટરવ્યૂમાં વરૂણે કહ્યું કે, આ ફિલ્મે મને ઘણો પ્રભાવિત કર્યો. ફિલ્મ જનતાને પસંદ ન આવી અને તે ચાલવા લાયક પણ નહોતી. વાત સીધી છે કે તો ફિલ્મ જનતાને પસંદ આવી છે તો ફિલ્મ ચાલવી જોઈએ. પણ કલંક લોકોને પસંદ ન આવી.

આ પણ વાંચોઃ સ્ટ્રીટ ડાન્સર 3Dનું દુબઈ શેડ્યુલ થયું પૂરું

વરૂણે કહ્યું કે, આ મારા માટે એક સિખ છે. કેટલીક વાર વસ્તુઓ ઠીક નથી ચાલતી અને તે બાદ બધુ ખોટું થઈ જાય છે. મારી સાથે પહેલી વાર એવું થયું કે હું એક ફેલ્યરમાંથી પસાર થયો અને તેની મારા પર ઘણી અસર પડી. જો મારા પર તેની અસર ન પડે તો તેનો અર્થ એવો છે કે મને મારી ફિલ્મો સાથે પ્રેમ નથી. મને મારી ફિલ્મો સાથે મરતા દમ સુધી પ્રેમ રહેશે. મને એ વાતની ખુશી છે કે ફિલ્મના ફ્લૉપ થવાનો મારા અસર પડી.  હવે હું મારી આગામી ફિલ્મ સ્ટ્રીટ ડાન્સરને લઈને ખૂબ જ ઉત્સાહિત છું.વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરે તેમની ‘સ્ટ્રીટ ડાન્સર 3D’નું શેડ્યુલ પૂરું કર્યું છે. આ ફિલ્મનું શૂટિંગ તેઓ દુબઈમાં કરી રહ્યાં હતાં. વરુણ સાથે ફિલ્મમાં પ્રભુ દેવા, શ્રદ્ધા અને નોરા ફતેહી પણ છે. શ્રદ્ધા સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતાં વરુણે લખ્યું હતું કે ‘શ્રદ્ધા કપૂર, નોરા ફતેહી, પ્રભુ દેવા, રેમો ડિસોઝા સાથેની અદ્ભુત ટીમ સાથે દુબઈ શેડ્યુલના છેલ્લા દિવસનું શૂટિંગ પૂરું કર્યું છે. ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ 2020ની 24 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.’