NMACCના કાર્યક્રમમાં વરુણ ધવને આ હૉલીવૂડ સ્ટારને કરી કિસ, ફેન્સ રોષે ભરાયા

02 April, 2023 02:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઈવેન્ટના બીજા દિવસે, રણવીર સિંહ અને વરુણ ધવને શાનદાર પર્ફોર્મન્સ આપ્યું હતું, જેમાંથી એકમાં શાહરૂખ ખાન તેમની સાથે ઝૂમે જો પઠાણ પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો

તસવીર સૌજન્ય: આઈએએનએસ

ગઈકાલે રાત્રે મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ વેન્ચર (NMACC) ઈવેન્ટનો બીજો દિવસ પણ શાનદાર રહ્યો હતો. હૉલીવૂડ અને બોલિવૂડ સેલેબ્સે રેડ કાર્પેટ પર તેમની ફેશન અને સૌંદર્યની ઝલક બતાવી હતી, ત્યારે તેમના આકર્ષક ડાન્સથી ઇવેન્ટમાં ચાર ચાંદ લાગી ગયા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક પછી એક પરફોર્મન્સના વીડિયો સામે આવી રહ્યા છે, જેમાં શાહરૂખ ખાનની ઝૂમે જો પઠાણ પર ડાન્સ કર્યા બાદ વરુણ ધવન (Varun Dhawan)નો એક વીડિયો જોવા મળ્યો છે, જેમાં તે હોલીવૂડ સુપરમોડલ જીજી હદીદ (Gigi Hadid) સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. વરુણ હદીદને ખોળામાં ઉપાડી લે છે અને તેને કિસ કરે છે. આ વીડિયો જોઈને ચાહકો સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા જોવા મળ્યા છે.

ઈવેન્ટના બીજા દિવસે, રણવીર સિંહ અને વરુણ ધવને શાનદાર પર્ફોર્મન્સ આપ્યું હતું, જેમાંથી એકમાં શાહરૂખ ખાન તેમની સાથે ઝૂમે જો પઠાણ પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. વીડિયોમાં વરુણ ધવન સ્ટેજ પર આવતાની સાથે જ અમેરિકન સુપર મોડલ જીજી હદીદને પોતાના ખોળામાં ઊંચકતો જોવા મળે છે. આટલું જ નહીં, તે સ્ટેજ છોડતા પહેલાં તેમને ફરતો અને ગાલ પર કિસ કરતો જોવા મળે છે. આ અંગે વરુણ ધવનને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા યુઝર્સે વીડિયો જોતાની સાથે જ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. એકે લખ્યું કે, “તેની જરૂર નથી.” અન્ય એકે લખ્યું કે, “જે રીતે તે સ્ટેજ પરથી ભાગી ગઈ હતી, લાગે છે કે તે ક્યારેય ભારત નહીં આવે.” ત્રીજા યુઝરે લખ્યું કે, “તે ખૂબ જ અસ્વસ્થતા અનુભવી રહી છે.” ચોથા યુઝરે લખ્યું કે, “વરુણ ધવને જીજી હદીદને ખોળામાં કેમ ઊંચકી? મને આવી આશા નહોતી.”

આ પણ વાંચો: NMACC Grand Opening: અંબાણીની સ્ટાર સ્ટડેડ ઈવેન્ટ

ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોન્ચનો બીજો દિવસ હતો, જેમાં ટોમ હોલેન્ડ, ઝેન્ડાયા, જીજી હદીદ ઉપરાંત સલમાન ખાન, શ્રદ્ધા કપૂર, આલિયા ભટ્ટ, રશ્મિકા મંદાન્ના, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વગેરે સ્ટાર્સ હાજર રહ્યાં હતાં.

entertainment news bollywood news varun dhawan gigi hadid