વરુણ ધવનની આર્મી-કૅડેટ્સ સાથે પુશ-અપ્સ ચૅલેન્જ

24 June, 2025 08:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરુણે તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક નવો વિડિયો શૅર કર્યો છે, જેમાં તે યંગ આર્મી-કૅડેટ્સ સાથે પુશ-અપ્સ ચૅલેન્જમાં ભાગ લેતો જોવા મળે છે.

વરુણ ધવન

વરુણ ધવન તેની આગામી ફિલ્મ ‘બૉર્ડર 2’ના શૂટિંગને લઈને ચર્ચામાં છે. તે હાલમાં પુણેની નૅશનલ ડિફેન્સ ઍકૅડેમી (NDA)માં ફિલ્મના ત્રીજા શેડ્યુલનું શૂટિંગ કરી રહ્યો છે. વરુણે તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક નવો વિડિયો શૅર કર્યો છે, જેમાં તે યંગ આર્મી-કૅડેટ્સ સાથે પુશ-અપ્સ ચૅલેન્જમાં ભાગ લેતો જોવા મળે છે.

આ વિડિયોમાં વરુણ ધવન ફિલ્મના સેટ પર ઘણા આર્મી-કૅડેટ્સથી ઘેરાયેલો જોવા મળે છે. તે બીજા કૅડેટ્સ સાથે મળીને જમીન પર પચાસ પુશ-અપ્સની ચૅલેન્જ કરીને બતાવે છે. આ ચૅલેન્જ પૂર્ણ થયા બાદ વરુણ કૅડેટ્સને ગળે લગાડે છે અને તેમની સાથે વાતચીત કરે છે. તે આ રીતે સૈન્ય પ્રત્યેના તેના સન્માન અને સૌહાર્દને દર્શાવે છે.

varun dhawan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news