પૅનકેક્સ દ્વારા કૂલી નંબર 1નું શૂટિંગ પૂરું કર્યું વરુણ ધવને

22 February, 2020 11:17 AM IST  |  Mumbai

પૅનકેક્સ દ્વારા કૂલી નંબર 1નું શૂટિંગ પૂરું કર્યું વરુણ ધવને

વરુણ ધવન

વરુણ ધવને ‘કૂલી નંબર 1’નું રૅપ-અપ પૅનકેક્સ ખાઈને કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે સારા અલી ખાન પણ જોવા મળશે. આ ફિલ્મ ૧૯૯૫માં આવેલી ગોવિંદા અને કરિશ્મા કપૂરની ‘કૂલી નંબર 1’ની રીમેક છે. આ ફિલ્મને ડેવિડ ધવને ડિરેક્ટ કરી હતી અને એની રીમેકને પણ હવે તેઓ જ ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં પરેશ રાવલ, રાજપાલ યાદવ અને જૉની લીવર પણ જોવા મળશે. પૅનકેક્સ ખાતા ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વરુણે કૅપ્શન આપી હતી કે ‘પૅનકેક. ફ્રાઇડે એક નંબર બ્રેકફાસ્ટ.

આ પણ વાંચો: પોતાની ઍબ્સને સિલસિલાના ગીત સાથે જોડી હૃતિક રોશને

‘કૂલી નંબર 1’નું શૂટિંગ હંમણાં જ પૂરું કર્યું છે. મેં કરેલી ફિલ્મોમાંની આ એક ફનીએસ્ટ ફિલ્મ છે. એથી આ રીતે મેં સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું હતું.’

varun dhawan bollywood news