01 October, 2025 11:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
દેશભરમાં ગઈ કાલે દુર્ગા અષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. વરુણ ધવનના ઘરે ગઈ કાલે કન્યાપૂજન થયું હતું અને તેમને ભોજન કરાવવામાં આવ્યું હતું. વરુણે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ પૂજનની તસવીર શૅર કરી છે જેમાં વરુણ પાંચ નિયાણી (નાની કન્યા) અને એક બટુક સાથે જમીન પર બેસીને હલવો અને ચણા-પૂરીનું ભોજન કરી રહ્યો છે. વરુણે આ પોસ્ટ સાથે દુર્ગા અષ્ટમીની શુભકામના આપી હતી.
તસવીરને કારણે ઊભો થયો વિવાદ
વરુણ ધવને સોશ્યલ મીડિયા પર કન્યાપૂજનની જે તસવીર પોસ્ટ કરી છે એમાં તે સ્ટીલની પ્લેટમાં જમી રહ્યો છે, જ્યારે બાળકોને અલગ પ્રકારની પેપર-પ્લેટમાં ભોજન પીરસવામાં આવ્યું છે. કેટલાક યુઝર્સે આ વાતની નોંધ લઈને વાંધો ઉઠાવતાં નાનકડો વિવાદ થયો છે.