હૃતિકની વૅનિટી વૅનની એક દિવાલ પર હજી પણ છે મૅથ્સના ઇક્વેશન

14 November, 2019 09:43 AM IST  |  Mumbai

હૃતિકની વૅનિટી વૅનની એક દિવાલ પર હજી પણ છે મૅથ્સના ઇક્વેશન

હૃતિક રોશન

હૃતિક રોશને તેની વૅનિટી વૅનની એક દિવાલને હજી પણ મૅથ્સના ઇક્વેશનથી ભરીને રાખી છે. પટનાના ગણિતશાસ્ત્રી આનંદ કુમારની બાયોપિક ‘સુપર ૩૦’માં હૃતિક રોશને કામ કર્યું હતું. આ ફિલ્મ માટે હૃતિકે ખૂબ જ મહેનત કરી હતી. આ પાત્રને સારી રીતે સમજવા માટે તેની વૅનિટી વૅનની એક દિવાલને રીડિઝાઇન કરવામાં આવી હતી, જેમાં મૅથ્સના ઇક્વેશનનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ ડિઝાઇન એવી રીતે કરવામાં આવી છે કે વૅનિટી વૅનમાં અંદર દાખલ થતાની સાથે જ એ ધ્યાન કેન્દ્રિત કરે. આ ફિલ્મ હૃતિકના દિલની ખૂબ જ નજીક છે અને તેના માટે સ્પેશ્યલ હોવાથી તેણે હજી પણ ઇક્વેશનને એમનાં એમ રાખ્યા છે. ‘સુપર ૩૦’ બાદ હૃતિકની ‘વૉર’એ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી હતી. જોકે ‘સુપર ૩૦’ માટે તે તેના કમફર્ટ ઝોનમાંથી બહાર આવ્યો હતો અને એના માટે જ આ તેની સ્પેશ્યલ ફિલ્મ છે.

hrithik roshan