વૅલેન્ટાઇન્સ ડે સેલિબ્રેટ કરવા રણવીર અને દીપિકા ઊપડ્યાં વેકેશન પર

08 February, 2020 12:43 PM IST  |  New Delhi

વૅલેન્ટાઇન્સ ડે સેલિબ્રેટ કરવા રણવીર અને દીપિકા ઊપડ્યાં વેકેશન પર

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ

વૅલેન્ટાઇન્સ ડે નજીક છે એથી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ફોરેન ટ્રીપ માટે ઉપડી ગયા છે. બન્ને પોતાની ફિલ્મોને લઈને ખાસ્સા બિઝી છે અને એમાંથી તેમણે થોડો સમય કાઢી લીધો છે. દીપિકાની ‘છપાક’ થોડા સમય પહેલા જ રિલીઝ થઈ હતી અને રણવીરે પણ ‘જયેશભાઈ જોરદાર’નું શૂટિંગ પૂરુ કર્યું છે. આ બન્ને ‘83’માં હઝબન્ડ વાઇફની ભૂમિકામાં જોવા મળવાનાં છે. આ ફિલ્મ ભારતને ક્રિકેટ વર્લ્ડ કપમાં મળેલી ઐતિહાસિક જીત પર આધારિત છે. પોતાનાં પાસપોર્ટનાં ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દીપિકાએ કૅપ્શન આપી હતી કે ‘હીઝ ઍન્ડ હર. વેકેશન.’

deepika padukone ranveer singh bollywood news