21 May, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાણી કપૂર
વાણી કપૂર હાલમાં મુંબઈમાં એક ફિલ્મના સેટ પર ડાન્સ-કૉસ્ચ્યુમમાં જોવા મળી હતી. આ સમયે કેટલાક ફોટોગ્રાફર્સ તેને ક્લિક કરવા માટે પહોંચી ગયા હતા પણ એકાએક ફોટોગ્રાફર્સને જોઈને વાણી ચિડાઈ ગઈ હતી અને તેનું મોં ચડી ગયું હતું. આ સમયે વાણીની અસિસ્ટન્ટે તસવીર ક્લિક ન કરવા વિનંતી કરી હતી પણ આમ છતાં તેમણે ક્લિક કરવાનું ચાલુ રાખ્યું હતું. આખરે વાણીએ હાથના ઇશારાથી તેમને રોકવા સંકેત આપ્યો અને મોં ફેરવીને ચાલી ગઈ. વાણીના આવા વર્તનના વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે.