200 કરોડના શાહી લગ્નની થઈ શરૂઆત, આયોજન પર હાઈકોર્ટની નજર

18 June, 2019 03:43 PM IST  |  ઉત્તરાખંડ

200 કરોડના શાહી લગ્નની થઈ શરૂઆત, આયોજન પર હાઈકોર્ટની નજર

200 કરોડના શાહી લગ્નની થઈ શરૂઆત

ઔલીમાં થનારા ગુપ્તા બંધુઓના પુત્રોના શાહી લગ્નની વિધિઓની શરૂઆત થઈ ગઈ છે. સોમવારમાં ઉત્તરાખંડના લોકગાયક પ્રીમત ભરતવાણના જાગરથી લગ્નના સમારોહની શરૂઆત થઈ. જે બાદ મંગલ ગીતો ગાવામાં આવ્યા. જો કે આ શાહી લગ્નની અનુમતિ આપવા માટે નૈનીતાલ હાઈકોર્ટે નારાજગી જાહેર કરી છે અને લગ્ન પર પહેરો બેસાડી દીધો છે. હાઈકોર્ટે આ ક્ષેત્રમાં હવાઈ ઉડાનો પર રોક લગાવી છે.


વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ ઔલીમાં 20 જૂનના દક્ષિણ આફ્રિકાના ઉદ્યોગપતિ અજય ગુપ્તાના પુત્ર સૂર્યકાંત અને 22 જૂને ભાઈ અતુલ ગુપ્તાના પુત્ર શશાંકના લગ્ન થવા જઈ રહ્યા છે. સોમવારથી લગ્નની વિધિની શરૂઆત થઈ ગઈ. સવારે લોક ગાયક પ્રીતમ ભરતવાળે જાગર ગાઈને ભગવાન નૃસિંહનું આહ્વાન કર્યું.

આયોજકોને હાઈકોર્ટની ફટકાર
ઉત્તરાખંડના સ્કીઈંગ ડેસ્ટિનેશન ઓલીમાં 200 કરોડના લગ્નના મામલામાં સુનાવણી કરતા હાઈકોર્ટે આયોજકોને 3 કરોડ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. આ રકમ 21 જૂન સુધીમાં જમા કરાવવાની રહેશે. લગ્ન 22 જૂને છે. કોર્ટે કહ્યું છે કે જો પર્યાવરણના માપદંડોનું ઉલ્લંઘન થશે તો DM જવાબદાર રહેશે. કોર્ટે પ્રદૂષણનું ધ્યાન પણ રાખવાનું કહ્યું છે. જો નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તે રકમ પાછી નહીં આપવામાં આવે. લગ્નના કારણે વાહનોની અવર જવર વધવાથી રસ્તાઓને નુકસાન થઈ રહ્યું છે. જેના કારણે ઉત્તરાખંડ ક્રાંતિ દળ ગ્રીન ટ્રિબ્યૂલનલા હસ્તક્ષેપની માંગ કરી રહ્યું છે.


શાહી લગ્નમાં લાગશે ખરીદી માટે હાટ
લગ્નને શાહી બનાવવા માટે કોઈ કસર નથી છોડવામાં આવી રહી. લગ્નમાં હાટ લગાવવામાં આવશે સાથે પહાડી વ્યંજનોનો સ્વાદ પણ માણવા મળશે. જો આ સમારોહમાં આવેલા વિદેશી મહેમાન હાટમાંથી ખરીદી કરશે તો તેની ચુકવણી ગુપ્તા પરિવાર કરશે. આ હાટ સ્થાનિકો લગાવશે.


કેટરીના સિદ્ધાર્થ સહિત 55 બોલીવુડ કલાકારો લેશે ભાગ
લગ્નમાં ભાગ લેવા માટે બોલીવુડના લગભગ 55 કલાકારો ઓલી પહોંચી રહ્યા છે. કેટરીના કૈફ, સિદ્ધાર્થ મલ્હોત્રા, ઉર્વશી રૌતેલા સહિતના કલાકારો આવી રહ્યા છે. ગાયક કૈલાશ ખેર ઓલી પહોંચી ચુક્યા છે. અભિનેતા સલમાન ખાન પણ લગ્નનો ભાગ બને તેવી સંભાવના છે.

આવી છે તૈયારીઓ
કૈલાશ ખેર લગ્નમાં સૂરોનો જાદૂ વિખેરવા માટે તૈયાર છે. રિસેપ્શન માટે ક્લિપ ટૉપ ક્લબ સામે ગ્લાસ હાઉસ પણ બનાવવામાં આવ્યું છે. જેને સજાવવામાં આવ્યું છે. વિવાહના સ્થળ પર મહેમાનોના સ્વાસ્થ્યની દેખરેખ માટે ખાસ ડૉક્ટર્સની ટીમ પણ તહેનાત કરવામાં આવી છે.

national news