મારા પતિને આતંકવાદી કહેતા હતાઃ ઉર્મિલા માતોંડકર

19 December, 2020 04:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મારા પતિને આતંકવાદી કહેતા હતાઃ ઉર્મિલા માતોંડકર

તસવીર સૌજન્યઃ યોગેન શાહ

ઉર્મિલા માતોંડકરનું તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેક થયુ હતુ, જોકે તે રિસ્ટોર થયુ હતુ પરંતુ તેણે કહ્યું કે, વીકિપિડિયામાં પેજ એડિટ થયુ હતુ અને પતિ મોહસિન અખ્તરને સોશ્યલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવ્યો હતો. અમારે બંનેએ સોશ્યલ મીડિયામાં ખૂબ જ હેરાનગતિ સહન કરવી પડી હતી.

બરખા દત્ત સાથે વાત કરતા ઉર્મીલાએ કહ્યું કે, મારા પતિને આતંકવાદી અને પાકિસ્તાની કહેતા હતા. દરેક વસ્તુની એક મર્યાદા હોય છે. તે લોકોએ મારુ વીકિપિડીયા પેજને એડિટ કરીને મારી મમ્મીનું નામ રૂખસાના અહમદ અને પિતાનું નામ શિવિન્દર સિંહ કર્યું હતું. જ્યારે મારા પિતાનું સાચુ નામ શ્રીકાંત માતોંડકર અને માતાનું નામ સુનિતા માતોંડકર છે.

તેણે ઉમેર્યું કે, મારો પતિ ફક્ત મુસ્લિમ નહીં પણ કાશ્મીરી મુસ્લિમ છે. અમે બંને અમારા ધર્મને અનુસરીએ છીએ. મોટા પ્લેટફોર્મમાં અમને ટ્રોલ કરવામાં આવ્યો છે અને સતત મારા પતિ અને ફૅમિલીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.

શેખર કપુરની વર્ષ 1983માં માસૂમ ફિલ્મમાં ચાઈલ્ડ એક્ટ્રેસ તરીકે કામ કર્યા બાદ ચમત્કાર, અફલાતૂન, દાઉદ, રંગીલા, સત્યા, કોન, મસ્ત, જંગલ, ભૂત અને કર્ઝ જેવી ફિલ્મમાં કામ કરનારી આ અભિનેત્રી ગયા વર્ષે કોંગ્રેસમાં જોડાયા બાદ આ મહિનાની શરૂઆતમાં શિવસેનામાં જોડાઈ છે.

urmila matondkar bollywood