અચ્છા, તો આ અભિનેત્રીને ડેટ કરી રહ્યા છે વિકી કૌશલ!

29 June, 2019 03:28 PM IST  |  મુંબઈ

અચ્છા, તો આ અભિનેત્રીને ડેટ કરી રહ્યા છે વિકી કૌશલ!

આ અભિનેત્રીને ડેટ કરી રહ્યા છે વિકી કૌશલ!

હરલીન સેઠી સાથે બ્રેકઅપ થયા બાદ આખરે કોને ડેટ કરી રહ્યા છે વિકી કૌશલ! આ સવાલનો જવાબ લાંબા સમયથી તેના ચાહકો જાણવા માંગતા હતા. મીડિયા રિપોર્ટમાં ક્યારેક કહેવામાં આવતું હતું કે વિકી કૌશલ કેટરીના કૈફને ડેટ કરી રહ્યા છે, તો ક્યારેક ભૂમિ પેડનેકર સાથે તેમનું નામ જોડવામાં આવે છે. હવે નવા રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યું છે કે ઉરીનો આ સ્ટાર એક્ટ્રેસ માલવિકા મોહનને ડેટ કરી રહ્યા છે.


બિયોન્ડ ધ ક્લાઉડ્સની એક્ટ્રેસ છે માલવિકા
માલવિકા મોહન બિયોન્ડ ધ ક્લાઉડ્સની લીડ એક્ટ્રેસ છે. આ ફિલ્મમાં તેમણે શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટર સાથે સ્ક્રીન શેર કરી હતી. આ સિવાય માલવિકા મોહન ત્રણ મલયાલમ, એક-એક કન્નડ, તેલુગુ અને તમિલ ફિલ્મમાં કામ કરી ચુકી છે. તેણે 2013માં મલયાલમ ફિલ્મ પટ્ટમ પોલેથી ડેબ્યૂ કર્યું હતું.


બાળપણથી મિત્રો છે વિકી અને માલવિકા
વિકી કૌશલ તેનો ભાઈ સની કૌશલ અને માલવિકા બાળપણના મિત્રો છે. માલવિકાના ભાઈ અને તેનો પુરો પરિવાર પણ કૌશલ પરિવારને ઓળખે છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિકી ઘણીવાર માલવિકના ઘરે લંચ કરવા જાય છે. ગુરૂવારે પણ સની અને વિકી કૌશલે માલવિકાના ઘરે લંચ કરવા માટે ગયા હતા. માલવિકા મુંબઈમાં મમ્મી-પપ્પા અને ભાઈની સાથે રહે છે.

આ પણ વાંચોઃ વિકી કૌશલઃ એક સમયે ચાલમાં રહેતો યુવાન આ રીતે બન્યો સ્ટાર

ખૂબ જ રોમાંટિક છે બંનેનો સંબંધ
રિપોર્ટના પ્રમાણે માલવિકા ઘણીવાર બીજા લોકો સામે વિકીની વાતો કરતી રહે છે. ત્યાં જ વિકી પણ માલવિકાનું ઘણું ધ્યાન રાખે છે. ક્યારેક તેને સેટ પર ડ્રોપ કરે છે તો ક્યારેક ડિનર પર લઈ જાય છે. ફિલ્મોની વાત કરીએ તો વિકી કૌશલ જલ્દી જ ફિલ્મ ભૂતમાં નજર આવશે. રાજી, સંજૂ, મનમર્ઝિયા, લસ્ટ સ્ટોરિઝ અને ઉરી જેવી ફિલ્મોમાં તેમની ઘણી પ્રશંસા થઈ હતી. સાથે તેની પાસે અશ્વત્થામા, સારે જહાં સે અચ્છા જેવી મોટી ફિલ્મો છે. વિકીએ ફિલ્મ મસાનથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી.

vicky kaushal bollywood news