રાધિકાની ‘સના’ની પ્રશંસા કરી યુકેના પ્રાઇમ મિનિસ્ટર રિશી સુનકે

08 May, 2023 04:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફેસ્ટિવલે પચીસ વર્ષ પૂરાં કર્યાં છે

રાધિકા મદન

યુકેના પ્રાઇમ મિનિસ્ટર રિશી સુનકે યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં રાધિકા મદનની ફિલ્મ ‘સના’ની પ્રશંસા કરી છે. આ ફેસ્ટિવલે પચીસ વર્ષ પૂરાં કર્યાં છે. એ બદલ તેમણે વિડિયો મેસેજ દ્વારા શુભેચ્છા આપી હતી. એ વિડિયોમાં પ્રાઇમ મિનિસ્ટર રિશી સુનક કહી રહ્યા છે કે ‘પચીસમી ઍનિવર્સરી નિમિત્તે તમને કૉન્ગ્રેચ્યુલેશન્સ. આ ન માત્ર વિશ્વનું સૌથી વધુ સમયથી ચાલનાર ફાઉન્ડેશન છે પરંતુ એ સૌમાં લોકપ્રિય પણ છે. છેલ્લાં પચીસ વર્ષમાં આપણે ઘણુંબધું મેળવ્યું છે. આપણે સાઉથ એશિયન ટૅલન્ટ દેખાડી, ફીમેલ ફિલ્મમેકર્સ પર પ્રકાશ પાડ્યો અને એવી સ્ટોરીઝ દેખાડી જેણે આપણને હસાવ્યા અને રડાવ્યા. આ વર્ષ પણ એમાંથી બાકાત ન રહ્યું, કેમ કે ‘સના’ અને ‘વ્હિસ્પર્સ ઑફ ધ સ્ટૉર્મ્સ’નું પણ પ્રીમિયર થયું છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood rishi sunak uk prime minister