મહિલા ફૅને ગાલ પર પપ્પી આપી તો ઉદિત નારાયણે સામે લિપ-કિસ કરી લીધી

02 February, 2025 10:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેટલીક મહિલાઓ સ્ટેજ સામે આવીને સેલ્ફી લેવા લાગી હતી. એક ફૅને તેમના ગાલ પર કિસ કરી હતી. એ સમયે ઉદિત નારાયણે મહિલાને હોઠ પર કિસ આપી હતી.

લાઇવ કાૅન્સર્ટમાં પીઠ ગાયકના આવા વર્તનથી ઊભો થયો વિવાદ

સિંગર ઉદિત નારાયણે એક લાઇવ કૉન્સર્ટમાં કેટલીક મહિલા ફૅનને લિપ-કિસ કરતાં વિવાદ શરૂ થયો છે. આ ઘટનાનો વિડિયો વાઇરલ થયો છે અને લોકો તેમની ટીકા કરી રહ્યા છે ત્યારે તેમણે આ મુદ્દે ચુપકીદી તોડતાં કહ્યું હતું કે આ બધી દીવાનગી હોય છે, એના પર આટલું ધ્યાન આપવાની જરૂર નથી.

ઉદિત નારાયણ પર્ફોર્મન્સ આપી રહ્યા હતા ત્યારે સ્ટેજ પર તે ખૂબ જ ફેમસ ‘ટિપ ટિપ બરસા પાની’ ગીત પર પર્ફોર્મ કરી રહ્યા હતા. એ વખતે કેટલીક મહિલાઓ સ્ટેજ સામે આવીને સેલ્ફી લેવા લાગી હતી. એક ફૅને તેમના ગાલ પર કિસ કરી હતી. એ સમયે ઉદિત નારાયણે મહિલાને હોઠ પર કિસ આપી હતી.

આ મુદ્દે જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો ઉદિત નારાયણે ગોળ-ગોળ જવાબ આપતાં કહ્યું હતું કે ‘ફૅન્સ એકદમ દીવાના હોય છે. અમે લોકો એવા નથી, અમે સભ્ય લોકો છીએ, કેટલાક લોકો આવું કરવા માટે પ્રોત્સાહિત કરતા હોય છે અને એ રીતે તેમનો પ્રેમ દર્શાવતા હોય છે. ભીડમાં ઘણા લોકો હોય છે. અમે પણ બૉડીગાર્ડ‍્સથી ઘેરાયેલા હોઈએ છીએ. ફૅન્સને લાગે છે કે તેમને અમને મળવાનો મોકો મળ્યો છે. કોઈ હાથ મિલાવે છે. ઘણા હાથ પર કિસ કરે છે. આવી ચીજોને હવે વધારીને શું કરવું છે. આ બધી દીવાનગી હોય છે, એના પર ધ્યાન આપવાની જરૂર નથી.’

આ વિવાદ પાછળ ષડ્યંત્ર હોવાનું જણાવી ઉદિત નારાયણે ઉમેર્યું હતું કે ‘મારી ફૅમિલીની ઇમેજ એવી છે કે દરેક ચાહે છે કે કોઈ વિવાદ થાય. આદિત્ય ચુપચાપ રહે છે. વિવાદમાં પડતો નથી. ફૅન્સ મને પ્રેમ કરે છે. મને લાગે છે કે તેમને ખુશ રહેવા દેવા જોઈએ. અમે એવા પ્રકારના લોકો નથી. અમે તેમને પણ ખુશ જોવા ઇચ્છીએ છીએ.’

udit narayan viral videos bollywood news bollywood bollywood gossips entertainment news