27 September, 2025 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
કાજોલ અને ટ્વિન્કલ ખન્નાના ચૅટ-શો ‘ટૂ મચ વિથ કાજોલ ઍન્ડ ટ્વિન્કલ ખન્ના’માં સલમાન ખાન અને આમિર ખાનની જોડી જોવા મળી હતી. શોમાં બન્નેએ તેમની કરીઅર, પર્સનલ લાઇફ અને મિત્રતા વિશે ચર્ચા કરી હતી.
આ શોમાં સલમાને પોતાની ભૂતકાળની રિલેશનશિપ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘જ્યારે પણ એક પાર્ટનર કારકિર્દીમાં કે વિચારસરણીમાં બીજા કરતાં આગળ નીકળી જાય છે ત્યારે સંબંધોમાં તફાવત દેખાવા માંડે છે. આ અસુરક્ષા પેદા કરે છે. સંબંધો ત્યારે જ લાંબા સમય સુધી ટકે છે જ્યારે બન્ને પાર્ટનર સાથે આગળ વધે.’
આ વાતચીત દરમ્યાન સલમાને પોતાની પર્સનલ લાઇફ વિશે મોટો ખુલાસો કર્યો કે તે પપ્પા બનવા માગે છે. સલમાને કહ્યું હતું કે ‘હું પપ્પા બનવા માગું છું. એક દિવસ ચોક્કસ બાળકો થશે, બસ સમયની રાહ જોવાની છે.’
જોકે સલમાનના આ નિવેદનથી તેના ચાહકોમાં ફરી ચર્ચા શરૂ થઈ ગઈ કે સલમાન લગ્ન ન કરે તો પણ તે ચોક્કસ પપ્પા બનવા માગે છે?