મારી દીકરી રાજ કપૂર પરિવારના વારસાનો ભાગ છે તે મને બહુ મોડું સમજાયુંઃ આલિયા ભટ્ટ

03 October, 2025 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Two Much with Kajol and Twinkle: આલિયા ભટ્ટે `ટુ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ` માં ખુલાસો કર્યો કે તેણીને કપૂર વંશનો વારસો અને રાહાના પરદાદા રાજ કપૂરનો વારસો સમજતા બહુ સમય લાગ્યો

આલિયા ભટ્ટની પતિ અને દીકરી સાથેની ફાઇલ તસવીર

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt)એ વર્ષ ૨૦૧૮માં રણબીર કપૂર (Ranbir Kapoor)ને ડેટ કરવાનું શરૂ કર્યું. તેમણે વર્ષ ૨૦૨૨માં લગ્ન કર્યા. તે જ વર્ષે તેમની પુત્રી રાહા કપૂર (Raha Kapoor)નો જન્મ થયો. વર્ષ ૨૦૧૮થી તે કપૂર પરિવારનો હિસ્સો છે. જોકે, એક ખાસ પ્રસંગે આલિયા ભટ્ટને સમજાયું કે તેમની પુત્રી રાજ કપૂર (Raj Kapoor) પરિવારના વારસાનો ભાગ છે. તે ખાસ ક્ષણ શું હતી? આલિયા ભટ્ટે ટૉક શો `ટુ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ` (Two Much with Kajol and Twinkle)માં આ વિશે પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે.

કાજોલ (Kajol) અને ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna)ના શો `ટુ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ`ના લેટેસ્ટ્ એપિસોડમાં આલિયા ભટ્ટે હાજરી આપી હતી અને તેણે અનેક બાબતો પર વાતચીત કરી હતી. શોમાં હોસ્ટ કાજોલ અને ટ્વિંકલને કહ્યું હતું કે, ‘મને લાગે છે કે જ્યારે તમે કોઈ બાબતમાં સંપૂર્ણપણે સંકળાયેલા હોવ છો, સંબંધો સાથે સંપૂર્ણપણે જોડાયેલા હોવ છો, ત્યારે તમને ખ્યાલ આવે છે કે તમે કયા વારસાનો ભાગ બનવાના છો. રાજ કપૂરની ૧૦૦મી જન્મજયંતિ પર અમે એક મોટો કાર્યક્રમ રાખ્યો હતો. તે જ ક્ષણે મને સમજાયું કે, રાજ કપૂર રાહાના પરદાદા છે. એ કનેક્શન મને ત્યારે જ સમજાયું.’

આ શોમાં આલિયા ભટ્ટે તેના સસરા રિશી કપૂર (Rishi Kapoor) સાથેના તેના સંબંધો વિશે પણ વાત કરી. તે કહે છે, ‘જ્યારે અમે કપૂર એન્ડ સન્સનું શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે મેં તેમની (રિશી કપૂર) સાથે ઘણો સમય વિતાવ્યો. તે સમયે હું રણબીરને ડેટ નહોતી કરતી. પણ રિશીજી દરરોજ સાંજે અમારી સાથે બહાર જતા. તેમની પાસે કહેવા માટે ખૂબ જ સુંદર વાતો હતી. અમે સાથે રાત્રિભોજન કરતા. મને તેમની ખૂબ યાદ આવે છે.’

આલિયા ભટ્ટે `ટુ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ`માં ઘણી અંગત વાતો કરી છે.

એટલું જ નહીં, આ શોમાં અભિનેત્રીએ તેના પિતા મહેશ ભટ્ટ (Mahesh Bhatt) વિશે પણ વાત કરી. આલિયાએ રણબીર કપૂર સાથે ડેટિંગ કરવા પર તેના પિતા મહેશ ભટ્ટની પ્રતિક્રિયા વિશે પણ વાત કરી. આલિયા ભટ્ટેએ કહ્યું કે, ‘મેં અને મારા પિતાએ એક વાર મારા પ્રેમ વિશે વાત કરી હતી. તે એકમાત્ર પ્રસંગ હતો જ્યારે અમે પ્રેમમાં હોવા વિશે વાત કરી હતી.’

તમને જણાવી દઈએ કે, `ટુ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ` એક મનોરંજક, અસ્પષ્ટ અને સમજદાર ચેટ શો છે જ્યાં ટ્વિંકલ ખન્ના અને કાજોલ બોલિવૂડ સેલિબ્રિટીઓ સાથે નિખાલસ, અનસ્ક્રિપ્ટેડ વાતચીત કરે છે.

alia bhatt Raha Kapoor ranbir kapoor raj kapoor rishi kapoor mahesh bhatt kajol twinkle khanna entertainment news bollywood bollywood news bollywood gossips