અલીગઢમાં ટ્વિંકલના રૅપ અને ત્યારબાદ હત્યા પર ભભૂક્યો બોલીવૂડનો રોષ

07 June, 2019 03:32 PM IST  | 

અલીગઢમાં ટ્વિંકલના રૅપ અને ત્યારબાદ હત્યા પર ભભૂક્યો બોલીવૂડનો રોષ

ટ્વિંકલ શર્માની હત્યા પર બોલીવૂડનો ગુસ્સો ભભૂક્યો

ફિલ્મી સ્ટાર્સ મહત્વના મુદ્દાઓ પર તેમના વિચાર મુકતા રહેતા હોય છે. કામ સારૂ હોય તો તેના વખાણ અને ખરાબ હોય તો તેની સામે. અલીગઢમાં અઢી વર્ષની બાળકી સાથે બળત્કાર અને ત્યાર બાદ તેની કરુણ મોત કરવા માટે બોલીવૂડ એકજુટ થયું છે. ઉત્તરપ્રદેશના અલીગઢમાં માણસાઈને શર્મસાર કરે તેવી ઘટના સામે બોલીવૂડે પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. આ ઘટનાએ લોકોને હચમચાવીને દિધા છે.

શું છે ઘટના..?

ઘટના એવી છે કે, ઉત્તર પ્રદેશમાં અઢી વર્ષની એક બાળકી સાથે રૅપ અને ત્યાર બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ દર્દનાક ઘટનાને લઈને બોલીવૂડ સહીત દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘણા ફિલ્મી સિતારાઓએ ટ્વીટ કરીને ટ્વિંકલ માટે ન્યાયની માગણી કરી હતી અને ગુનેગારોને ફાંસીની સજા માટે અપીલ કરી હતી.

રવિના ટંડને ટ્વીટ કરતા લખ્યું હતું કે, નાની બાળકીની હત્યા અને તેની સાથે દુષ્કર્મ ઘણુ ભયભીત કરે તેમ છે. તેના શરીરને પણ વિકૃત કરી દેવામાં આવ્યું. અમાનવીય અને બર્બરતા. દોષીઓને ફાંસી મળવી જોઈએ અને કાનૂને કામ જલ્દીથી કરવું જોઈએ.

અભિષેક બચ્ચને પણ ટ્વીટ કર્યું હતું કે, ઘણી ધૃણાવાળી અને ગુસ્સાવાળી ઘટના છે. કોઈ પણ વ્યક્તિ આમ કઈ રીતે કરી શકે છે. નિ: શબ્દ

સની લિયોનીએ પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ટ્વિંકલ માફ કરજે, બાળકી તારે એક એવી દુનિયામાં રહેવુ પડ્યુ જ્યા માણસ માણસાઈ નથી સમજતો. મને માફ કરી દે.

અનુપમ ખેર આ ઘટના પર ગુસ્સો જાહેર કરતા લખ્યું હતું કે, 3 વર્ષની બાળકી પર રૅપ પર ગુસ્સો આવે છે. આ ઘટના ઘણી ભયભીત કરે તેવી અને શરમજનક છે. આરોપીને સાર્વજનિક રૂપે ફાંસી આપવી જોઈએ. આવા અપરાધ માટે કોઈ બીજી સજા ન હોઈ શકે. હું બાળકી સાથે ન્યાયની માગ કરૂં છું.

રિતેશ દેશમુખે પણ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું. રિતેશ દેશમુખે લખ્યું હતું કે, આ ઘટના વિશે સાંભળીને મને દુખ થયું છે. આપણે એક સમાજના રુપમાં અસફળ રહ્યા છીએ. આપણે આપણા બાળકો માટે કેવી અસુરક્ષિત દુનિયા બનાવી રહ્યા છીએ. આવા સઘન અપરાધ માટે સખ્ત સજા થવી જોઈએ.

આયુષ્માન ખુરાનાએ પણ આ ઘટનાની નિંદા કરતા ન્યાયની માગ કરી હતી.

bollywood news gujarati mid-day