લાઇમલાઇટમાં આવતાં જ શરૂ થઈ ગઈ નાઓમિકાની લવ-લાઇફની ચર્ચા

10 April, 2025 11:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મળતી માહિતી પ્રમાણે ડિમ્પલ કાપડિયાની દોહિત્રી હાલમાં નવોદિત ઍક્ટર અંશ દુગ્ગલને ડેટ કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે નાઓમિકા સરન હાલમાં નવોદિત ઍક્ટર અંશ દુગ્ગલને ડેટ કરી રહી છે. અંશ ‘નખરેવાલી’ નામની ફિલ્મમાં કામ કરી ચૂક્યો છે.

મૅડૉક ફિલ્મ્સ ઍનિવર્સરી સેલિબ્રેશન પાર્ટી

બૉલીવુડના ખ્યાતનામ પ્રોડક્શન-હાઉસ મૅડૉક ફિલ્મ્સ દ્વારા એની વીસમી ઍનિવર્સરીના સેલિબ્રેશન માટે સોમવારે રાતે એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિમ્પલ કાપડિયા તેમની નાની દીકરી રિન્કીની દીકરી નાઓમિકા સરન સાથે આવ્યાં હતાં. ટ્‍વિન્કલ ખન્નાની ભાણેજ હોવાના નાતે અક્ષયકુમારની પણ ભાણેજ એવી નાઓમિકા અત્યંત ખૂબસૂરત દેખાતી હતી અને તે પણ ફિલ્મોમાં કામ કરવાનું પ્લાનિંગ કરી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. આમ આ ફંક્શનને કારણે નાઓમિકા લાઇમલાઇટમાં આવી ગઈ છે. જોકે આ વાતનો તેને ગેરફાયદો એ થયો છે કે તેની લવ-લાઇફની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

રિપોર્ટ પ્રમાણે નાઓમિકા સરન હાલમાં નવોદિત ઍક્ટર અંશ દુગ્ગલને ડેટ કરી રહી છે. અંશ ‘નખરેવાલી’ નામની ફિલ્મમાં કામ કરી ચૂક્યો છે. જોકે હાલમાં બન્નેમાંથી કોઈની બૉલીવુડ કરીઅરની યોગ્ય રીતે શરૂઆત નથી થઈ ત્યારે બન્નેએ પોતાના રોમૅન્સને સીક્રેટ અને મીડિયાની નજરથી દૂર રાખવાનું પસંદ કર્યું છે.

star kids twinkle khanna dimple kapadia akshay kumar bollywood events bollywood buzz bollywood entertainment news