10 March, 2025 09:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટ્વિન્કલ ખન્ના અને દીકરી નિતારા
ઍક્ટ્રેસ ટ્વિન્કલ ખન્ના અને દીકરી નિતારા હાલમાં ઍરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. સામાન્ય રીતે ટ્વિન્કલની ગણતરી કૂલ મૉમમાં થાય છે પણ ઍરપોર્ટ પર તેનો અલગ અંદાજ જોવા મળ્યો.
હાલમાં કરીના કપૂર અને આલિયા ભટ્ટે ફોટોગ્રાફર્સને તેમનાં બાળકોની તસવીરો ક્લિક કરવાની મનાઈ ફરમાવી દીધી છે. હવે ટ્વિન્કલે પણ આ વલણ અપનાવ્યું છે. હાલમાં ઍરપોર્ટ પર જ્યારે ફોટોગ્રાફર્સ ટ્વિન્કલ અને નિતારાની તસવીરો ક્લિક કરવા ગયા ત્યારે ટ્વિન્કલે તેમને દીકરી નિતારાની તસવીરો ક્લિક કરવાની સ્પષ્ટ ના પાડી દીધી અને દીકરીનો હાથ પકડીને તેને ફોટોગ્રાફર્સની ફ્રેમમાંથી દૂર કરી દીધી.
ચર્ચા છે કે હાલમાં પપ્પા અક્ષય કુમાર સાથે નિતારાની ક્લિક થયેલી તસવીરો બહુ ટ્રોલ થઈ હતી અને એ પછી જ ટ્વિન્કલે દીકરી માટે આ કડક નિર્ણય લીધો છે.