નાનપણમાં હું એકતા સાથે ખૂબ જ લડાઈ કરતો હતો : તુષાર કપૂર

04 July, 2019 12:53 PM IST  | 

નાનપણમાં હું એકતા સાથે ખૂબ જ લડાઈ કરતો હતો : તુષાર કપૂર

તુષાર કપૂર

તુષાર કપૂરનું કહેવું છે કે તે જ્યારે નાનો હતો ત્યારે તેની બહેન એકતા કપૂર સાથે ખૂબ જ લડાઈ કરતો હતો. એકતાની વેબ સિરીઝ ‘બૂ.... સબકી ફટેગી’માં તુષારે કામ કર્યું છે. આ વેબ સિરીઝ દ્વારા તે ડિજીટલ ક્ષેત્રમાં એન્ટ્રી કરી રહ્યો છે. તેમના પર્સનલ બૉન્ડ વિશે પૂછતાં તુષારે કહ્યું હતું કે ‘નાનપણમાં હું અને એકતા ખૂબ જ લડાઈ કરતાં હતાં. અમારી વચ્ચે ઉંમરનો વધુ તફાવત ન હોવાથી અમે દરેક બાબત પર ઝઘડો કરતાં હતાં. ગેમ રમવી, ટીવી જોવું વગેરે જેવી દરેક બાબત પર અમે ઝઘડો કરતાં હતાં.

આ પણ વાંચો : ફિલ્મ-રિવ્યુ: સ્પાઇડર-મૅનમાંથી આયર્ન મૅન બનવાની દોડ

અમે બન્ને એક જ રૂમમાં રહેતાં હતાં. સમયની સાથે અને અમે કામ કરવાનું શરૂ કર્યું ત્યારથી અમે મૅચ્યોર થયા છીએ. તે ખૂબ જ હોંશિયાર પ્રોડ્યુસર છે અને તેના કામને ખૂબ જ પસંદ કરે છે.’

tusshar kapoor bollywood news ekta kapoor