પોલ-ડાન્સ શીખવા બૅન્ગકૉકની નાઇટ-ક્લબમાં ગયો તુષાર કપૂર

17 November, 2014 05:12 AM IST  | 

પોલ-ડાન્સ શીખવા બૅન્ગકૉકની નાઇટ-ક્લબમાં ગયો તુષાર કપૂર


આ ફિલ્મમાં તુષાર એક પોલ-ડાન્સ કરવાનો છે. જોવામાં સરળ લાગતા પણ પર્ફોર્મ કરવામાં મુશ્કેલ ગણાતા આ ડાન્સની બારીકાઈ જાણવા માટે તુષારે બૅન્ગકૉકની એક નાઇટ-ક્લબની મુલાકાત લીધી હતી. તુષારે નાઇટ-ક્લબમાં હાજર પ્રોફેશનલ ડાન્સરો પાસેથી પોલ-ડાન્સ વિશેની જરૂરી બાબતો જાણવાનો પ્રયત્ન પણ કર્યો હતો જેના કારણે તે ફિલ્મમાં પોતાના પર્ફોર્મન્સમાં જીવ રેડી શકે. ફિલ્મમાં તેની સાથે વીર દાસ અને સની લીઓની પણ કામ કરી રહ્યાં છે.