તુઝસે હૈ રાબ્તાની અનુપ્રિયા બદલાઈ રહી છે

03 March, 2021 11:54 AM IST  |  Rajkot | Rashmin Shah

તુઝસે હૈ રાબ્તાની અનુપ્રિયા બદલાઈ રહી છે

તુઝસે હૈ રાબ્તાની અનુપ્રિયા બદલાઈ રહી છે

ઝીટીવીના શો ‘તુઝસે હૈ રાબ્તા’માં જબરદસ્ત ઉતાર-ચડાવ શરૂ કરવામાં આવ્યા છે. આ જ વાર્તામાં એક નવા ચેન્જ મુજબ હવે લીડ સ્ટાર અનુપ્રિયા એટલે કે પૂર્વા ગોખલેમાં પણ ચેન્જ આવશે અને તેને નવા જ લુકમાં સૌકોઈની સામે લાવવામાં આવશે. અનુપ્રિયા આજ સુધી સૌકોઈ સામે સાડીમાં આવતી હતી, પણ આ નવી અનુપ્રિયા હવે બધાને સાડીમાં નહીં, જીન્સમાં જોવા મળવાની છે. સિરિયલની વાર્તા મુજબ અનુપ્રિયા હવે સ્વતંત્ર બનવા તરફ આગળ આવે છે અને આત્મનિર્ભર બની જાતે જ કુટુંબનું સંચાલન કરે છે. પૂર્વા કહે છે કે ‘જે પ્રકારની કૅરૅક્ટરિસ્ટિકમાં ચેન્જ કરવામાં આવ્યો છે એ જોઈને હવે નવો લુક જરૂરી બન્યો છે. મને લાગે છે કે જીન્સ અને પેન્ટ-સૂટમાં આત્મનિર્ભરતાની વાત આખી જુદી થઈ જાય છે, એ ફીલ સાડીમાં નથી આવતી.’
પૂર્વાએ કહ્યું કે ‘બન્ને દેખાવ વચ્ચે બદલાવ છે, પણ સાથોસાથ પાત્રોની વિચારધારામાં પણ બદલાવ છે. પહેલાં અનુપ્રિયા એકદમ ડરપોક હતી, પણ હવે મારી નવી વિચારધારામાં ડરની દૂર-દૂર સુધી ક્યાંય વાત નથી.’

Rashmin Shah indian television television news entertainment news