30 May, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તૃપ્તિ ડિમરી
તૃપ્તિ ડિમરી હાલમાં ‘સ્પિરિટ’ માટે પસંદ થવાના કારણે ખુશખુશાલ છે અને હાલમાં જ તે પોતાની પૉર્શે 911 કેરેરા કાર ફ્લૉન્ટ કરતી જોવા મળી છે. આ કારની સ્ટાર્ટિંગ કિમત ૨.૧૧ કરોડ રૂપિયા છે, જ્યારે ટૉપ મૉડલની કિંમત ૪.૨૬ કરોડ રૂપિયા જેટલી છે. હાલમાં તૃપ્તિનો એક વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે જેમાં તે કોઈની રાહ જોતી હોય એવું જોવા મળે છે. આ વિડિયોમાં તે આકર્ષક બ્લુ કલરની કાર સાથે જોવા મળે છે અને આ કારે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તૃપ્તિને ફૅન્સ આ લક્ઝરી કાર ખરીદવા બદલ શુભેચ્છા આપી રહ્યા છે.
ધુરંધર રણવીર સિંહ
રણવીર સિંહ હાલમાં ફિલ્મમેકર આદિત્ય ધરના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘ધુરંધર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મ એની જાહેરાત બાદથી જ ખૂબ ચર્ચામાં છે. હાલમાં રણવીરનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે આ ફિલ્મ માટેના નવા લુકમાં જોવા મળી રહ્યો છે. રણવીરના આ નવા લુકનો વિડિયો વાઇરલ થતાં જ ફૅન્સે એના પર કમેન્ટ કરીને જણાવ્યું છે કે તેમને આ લુક બહુ જ પસંદ પડ્યો છે. ‘ધુરંધર’માં રણવીર સિંહ સાથે સંજય દત્ત, યામી ગૌતમ, આર. માધવન અને અર્જુન રામપાલ જેવા કલાકારો જોવા મળશે. આ ફિલ્મ ડ્રામા અને સસ્પેન્સ સાથે ઍક્શન ડ્રામા છે.