22 December, 2025 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તૃપ્તિ ડિમરી હાલમાં મુંબઈ ઍરપોર્ટ પર સ્પૉટ થઈ હતી
તૃપ્તિ ડિમરી હાલમાં મુંબઈ ઍરપોર્ટ પર સ્પૉટ થઈ હતી. તેણે અહીં ફોટોગ્રાફર્સ સાથે બહુ શાંતિથી વાત કરી હતી. એ સમયે તૃપ્તિએ ચહેરાનો અડધો ભાગ આવરી લેતો બ્લૅક માસ્ક પહેર્યો હતો જેને કારણે તેની તસવીરો યોગ્ય રીતે ક્લિક નહોતી થઈ રહી. આ સંજોગોમાં જ્યારે ફોટોગ્રાફર્સે તૃપ્તિને માસ્ક ઉતારવાની વિનંતી કરી ત્યારે તેણે એને માટે સ્પષ્ટ ના પાડી દીધી અને ઍરપોર્ટમાં અંદર ચાલી ગઈ. તૃપ્તિ ડિમરીનું આ વર્તન જોઈને સોશ્યલ મીડિયા પર લોકો કમેન્ટ કરી રહ્યા છે કે તૃપ્તિ ચોક્કસ કંઈક છુપાવી રહી છે અને એને માટે જ તેણે માસ્ક હટાવવાની ના પાડી હશે.