PKના ૨૨૭ રૂપિયાના ટ્રાન્ઝિસ્ટર માટે મળી દોઢ કરોડની ઑફર

08 December, 2014 04:14 AM IST  | 

PKના ૨૨૭ રૂપિયાના ટ્રાન્ઝિસ્ટર માટે મળી દોઢ કરોડની ઑફર


આમિર ખાનની ફિલ્મ ‘ક્ટત્’ના પ્રમોશન માટે પહેલું જે પોસ્ટર બહાર પડ્યું એમાં કપડાં પર્હેયા વિનાનો આમિર ખાન જે ટ્રાન્ઝિસ્ટર લઈને ઊભો છે એ મુંબઈના ચોરબજારમાંથી માત્ર ૨૨૭ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો, પણ હવે એક ઑનલાઇન વેબસાઇટ www.OLX.in પર આ ટ્રાન્ઝિસ્ટરના દોઢ કરોડ રૂપિયા ઑફર થયા હોવાની માહિતી મળે છે. જોકે વેબસાઇટના પ્રવક્તાએ સાવચેતીપૂર્વક કહ્યું હતું કે અમને આ ટ્રાન્ઝિસ્ટર માટે ઘણા રૂપિયા ઑફર થયા છે.જોકે એવી વાત પણ જાણવા મળે છે કે અનુષ્કા શર્માએ આમિર ખાન અને ડિરેક્ટર રાજકુમાર હીરાણીને વિનંતી કરી છે કે આ ટ્રાન્ઝિસ્ટર સાથે મારી યાદો જોડાયેલી છે એથી મને એ રાખવા દો. જોઈએ હવે કોની જીત થાય છે.