'રંગીલા'ની સીક્વલ બ્યૂટિફુલનું ટ્રેલર આવ્યું સામે, રામ ગોપાલ વર્માની છે

09 October, 2019 05:08 PM IST  |  મુંબઈ

'રંગીલા'ની સીક્વલ બ્યૂટિફુલનું ટ્રેલર આવ્યું સામે, રામ ગોપાલ વર્માની છે

બ્યૂટિફુલનું ટ્રેલર થયું લૉન્ચ

રામ ગોપાલ વર્મા હવે લઈને આવ્યા છે ફિલ્મ બ્યૂટીફુલ, જેનું ટ્રેલર બુધવારે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. રામ ગોપાલ વર્માએ તેને રંગીલા પરથી લેવામાં આવી હોવાનું પણ કહ્યું છે, જે હિન્દી સિનેમાની કલ્ટ-ક્લાસિક ફિલ્મ છે.

ટ્રેલર શેર કરવાની સાથે રામ ગોપાલ વર્માએ લખ્યું છે કે -શું એક મર્દ એ વાતનો સ્વીકાર કરી શકે છે કે તેની પત્ની તેના કરતા વધારે સફળ છે? આ અભિમાન અને આશિકી 2ની જેમ પ્રોફેશનલ જલનની વાત નથી, આ મહિલાની સફળતાની સામે એક પુરૂષના અભિમાન વિશે છે. અન્ય એક ટ્વીટમાં રામૂએ સ્પષ્ટ કર્યું છે કે બ્યૂટીફુલ રંગીલાની સીક્વલ છે. રંગીલાના ક્લાઈમેક્સમાં એક અમીર યુવતીએ ગરીબ યુવકને અપનાવી લીધું. પરંતુ શું એક ગરીબ ખરેખર એક અમીર યુવતીની સાથે પોતાની સેલ્ફ રિસ્પેક્ટને નજરઅંદાજ કરીને રહી શકે છે?


બ્યૂટીફુલને અગસ્ત્ય મંજૂએ નિર્દેશિત કર્યું છે. ફિલ્મની ફોટોગ્રાફી પણ મંજૂએ જ કરી છે. જણાવી દઈએ કે રંગીલા 1995માં રિલીઝ થઈ હતી. આમિ ખાને તેમાં મુંબઈની ચાલમાં રહેતા ટપોરીનો કિરદાર નિભાવ્યો હતો, જે પાડોશમાં રહેલી ઉર્મિલા માતોંડકરના કિરદારને પ્રેમ કરે છે.

ફિલ્માં એક નિમ્નવર્ગની યુવતીના સપનાની ઉડાનની કહાની છે. જેકી શ્રૉફે રંગીલામાં સુપરસ્ટારની ભૂમિકા ભજવી હતી. એઆર રહેમાને સંગીત આપ્યું હતું. રંગીલા પોતાની કહાની, કિરદાર, અભિનયની સાથે સંગીત માટે યાદ કરવામાં આવે છે. તે બૉક્સ ઑફિસ પર પણ સફળ રહી હતી.

ram gopal varma urmila matondkar aamir khan